ભારતની સાથે Border Dispute નો શાંતિપૂર્ણ ઉકેલ ઉચ્છે છે નેપાળની નવી સરકાર, જાહેર કર્યો Common Minimum પ્રોગ્રામ
નેપાળમાં સત્તા પરિવર્તન બાદ ભારતને લઈને વિચારો પણ બદલાયા છે. પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના નેતૃત્વવાળી ગઠબંધન સરકારનું માનવુ છે કે ભારત સાથે સરહદ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ. દેઉબા સંતુલિત વિદેશ નીતિ પર ભાર આપી રહ્યાં છે.
કાઠમાંડુ (સલોની મુરારકા): નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા (Sher Bahadur Deuba) ભારતની સાથે સરહદ વિવાદ (Border Dispute) નો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. તેને ધ્યાનમાં રાખી રવિવારે સાંજે જાહેર કરવામાં આવેલા 14 પેજના 'કોમન મિનિમમ પ્રોગ્રામ' (CMP) માં સંતુલિત વિદેશ નીતિ (Balanced Foreign Policy) ની વાત કહી છે. જ્યારે કેપી શર્મા ઓલીની પૂર્વ સરકાર ચીનના ઈશારા પર ચાલતી હોવાને કારણે ભારતની સાથે સરહદ વિવાદ ગંભીર બની ગયો હતો.
PM ની હાજરીમાં જાહેર થયો દસ્તાવેજ
નેપાળની પાંચ દળોની ગઠબંધન સરકારનું માનવુ છે કે ભારતની સાથે સરહદ વિવાદને રાજદ્વારી રૂપથી હલ કરી શકાય છે. કોમન મિનિમમ પોગ્રામ નેપાળની ગઠબંધન સરકારો દ્વારા અપનાવવામાં આવેલી એક પ્રથા છે. આ સામાન્ય રીતે ગઠબંધન સરકારના સંયુક્ત ઉદ્દેશ્યોને પૂરા કરવાની રૂપરેખા તૈયાર કરે છે. નેપાળી કોંગ્રેસ નેતા અને CMP ના પૂર્ણા ખડકાએ એક કાર્યક્રમમાં 14 પેજનો દસ્તાવેજ જારી કર્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા, સીપીએનના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ, જનતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલો, હિન્દુઓની દુકાનો અને ઘરો બળીને ખાક
Strong Relation સરકારની પ્રાથમિકતા
નેપાળી કોંગ્રેસ નેતા ખડકાએ કહ્યુ કે, સરકારની પ્રાથમિકતા લિંપિયાધુરા, કાલાપાની અને લિપુલેખ સહિત પાડોશી દેશોની સાથે સરહદ વિવાદના મુદ્દાને રાજદ્વારી રીતે ઉકેલ કરવાનો છે. દસ્તાવેજ પ્રમાણે સરકાર આપસી સહયોગને વધારવા માટે ખાસ કરીને પાડોશી સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. આંતરરાષ્ટ્રીય સરહદ પોસ્ટ સિવાય સરહદ સુરક્ષાને પણ મજબૂત કરવામાં આવશે, જેથી તસ્કરીને રોકી શકાય.
National Security Policy થશે લાગૂ
COVID-19 મહામારી નિવારણ અને નિયંત્રણને હાલની ગઠબંધન સરકારે પોતાની પ્રાથમિકતા ગણાવી છે. તેનું કહેવું છે કે એપ્રિલ 2022ના અંત સુધી બધા પાત્ર નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે. સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ લાગૂ કરવા, રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા અને તે સંધિઓ અને સમજુતીને સંશોધિત કરવા પર પણ પ્રકાશ પાડે છે, જે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે. આ સાથે તે લોક પ્રશાસક, રાજ્યની એજન્સીઓ સહિત બધી સરકારી મશીનરીને નિષ્પક્ષ અને જવાબદાર બનાવવા માટે મજબૂત પગલા ભરવાની ગેરંટી પણ આપે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન: ક્વેટા યુનિટી ચોક પાસે મોટો ધડાકો, 2 પોલીસકર્મીઓના મોત, 13 ઘાયલ
India સાથે વધ્યો હતો તણાવ
ભારત અને નેપાળના સંબંધોમાં પાછલા વર્ષે તણાવ ત્યારે વધી ગયો, જ્યારે નેપાળનો નવો નક્શો જારી કરી ત્રણ ભારતીય ક્ષેત્રો લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને પોતાનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. તે સમયે વાત સામે આવી હતી કે ચીનના ઇશારા પર કેપી શર્મા ઓલી સરકાર ભારત વિરુદ્ધના મુદ્દાને હવા આપી રહી છે. હવે નેપાળમાં નવી સરકાર છે અને તે દરેક મુદ્દાને હલ કરવા ઈચ્છે છે. મહત્વનું છે કે સર્વોચ્ચ કોર્ટના હસ્તક્ષેપ બાદ 12 જુલાઈએ રેકોર્ડ પાંચમી વખત શેર બહાદુર દેઉબાને પ્રધાનંમત્રી બનાવવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube