Condom હવે બનશે જૂના જમાનાની વાત, પુરૂષો માટે હવે આવ્યો સેફ ઉપાય
પ્રેગ્નેંસી (Pregnancy) રોકવા માટે તમામ પ્રકારની રીત ચલણમાં છે. કોન્ડોમ (Condom) , ગર્ભનિરોધક ગોળીઓ, ઇંટ્રા યૂટરીન ઉપકરણ, સ્પર્મીસાઇડલ જેલ વગેરેના ઉપયોગથી અનવોન્ટેડ ગર્ભને સરળતાથી રોકી શકાય છે. તેમાંથી કોન્ડોમને બાદ કરીને તમામ રીતો થોડે ઘણે અંશે નુકસાન પણ કરે છે.
નવી દિલ્હી: પ્રેગ્નેંસી (Pregnancy) રોકવા માટે તમામ પ્રકારની રીત ચલણમાં છે. કોન્ડોમ (Condom) , ગર્ભનિરોધક ગોળીઓ, ઇંટ્રા યૂટરીન ઉપકરણ, સ્પર્મીસાઇડલ જેલ વગેરેના ઉપયોગથી અનવોન્ટેડ ગર્ભને સરળતાથી રોકી શકાય છે. તેમાંથી કોન્ડોમને બાદ કરીને તમામ રીતો થોડે ઘણે અંશે નુકસાન પણ કરે છે. જો મહિલાઓની તુલનામાં પુરૂષો માટે ગર્ભનિરોધકની રીતોની વાત કરવામાં આવે તો પણ ફક્ત કોન્ડોમ જ એકમાત્ર વિકલ્પ બચે છે. પરંતુ ઘણા કપલ પ્રેગ્નેંસીની ઇચ્છા ન રાખતા હોવાથી કોન્ડોમ (Condoms) નો ઉપયોગ કરવાનું ટાળે છે. કારણ કે ઘણા લોકો તેને પ્લેઝરની અનુભવતા નથી. હવે એક એવો કોન્ડોમ બજારમાં આવવાનો છે જેના ઉપયોગથી સેટિફેક્શનનું લેવલ અનેકગણું વધી શકે છે.
કોન્ડોમનું સ્થાન લેશે જી-કેપ
દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે પ્રેગ્નેંસી (Pregnancy) રોકવા માટે આખા કોન્ડોમ (Condoms) ના ઉપયોગની જરૂર નહી પડે પરંતુ ફક્ત 'કેપ' વાળો કોન્ડોમ પુરતો રહેશે. એટલે કે કોન્ડોમનું સ્થાન હવે નાનકડી સી 'ગેલેક્ટિક કેપ' (Galactic Cap) લેશે. આ દુનિયાનો પ્રથમ એવો કોન્ડોમ હશે જેનો શાફ્ટ ઓપન હશે. આ કોન્ડોમ એકદમ કારગર સાબિત થશે.
Petrol-Diesel તેલ બાદ સસ્તી થઇ દાળ, જાણો શું છે એક કિલોની કિંમત
લોકોને ખૂબ ગમ્યો ઉપાય
પોવેલ ડેવલોપમેન્ટના સીઇઓ ચાર્લ્સ પોવેલનું કહેવું છે કે અત્યારે અમે એક દિવસમાં 100-150 ઓર્ડર મળી રહ્યા છે. આ માંગને પુરી કરી શકાતી નથી. પરંતુ જલદી જ હજારો ઓર્ડર પુરા કરવાની તૈયારી છે. એટલે મોટા સ્તર પર 'ગેલેક્ટિક કેપ' નું નિર્માણ શરૂ થઇ જશે. ચાર્લ્સનું કહેવું છે કે આજના જમાનામાં ગ્રાહક એક નવો ગર્ભનિરોધાક વિકલ્પ ઇચ્છે છે, જે પારંપારિક કોન્ડોમની તુલનામાં વધુ સહજ હોય, ગ્રાહકોની આ ઇચ્છાને પુરી કરવાનો સમય આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube