Omicron: કોરોનાના નવા વેરિયન્ટની સામે વેક્સિન, બૂસ્ટર ડોઝ... બધું ફેલ! WHO એ શું આપી ચેતવણી?
વિશ્વ હેલ્થ ઓર્ગનાઈજેશનની એક સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર સામે આવેલા ખતરનાક કોરોના વાયરસના નવા વેરિયન્ટને `ખૂબ જ ઝડપથી ફેલાતું સ્વરૂપ` ગણાવ્યું છે.
જિનેવા: વિશ્વ હેલ્થ ઓર્ગનાઈજેશનની એક સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર સામે આવેલા ખતરનાક કોરોના વાયરસના નવા વેરિયન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતું સ્વરૂપ' ગણાવ્યું છે. એટલું જ નહીં, WHO એ કોરોનાના નવા વેરિયન્ટ B.1.1529 ને 'વેરિયન્ટ ઓફ કંસર્ન' જાહેર કર્યો છે અને ગ્રીક વર્ણમાળા હેઠળ તેનું નામ 'ઓમીક્રોન' પાડવામાં આવ્યું છે. આફ્રિકાના બોત્સ્વાનામાં સૌ પ્રથમ જોવા મળેલા આ પ્રકારને Omicron નામ આપ્યું છે. WHOએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના પર ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની એક બેઠક યોજાઈ હતી. તેમાં કોરોનાના નવા વેરિયન્ટ B.1.1.529 વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન જૂથે વેરિઅન્ટને 'વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન' તરીકે જાહેર કરવાની સલાહ આપી હતી. છેલ્લાં કેટલાક મહિનાઓમાં વાયરસના નવા પ્રકારના વર્ગીકરણમાં પહેલીવાર બની રહ્યું છે.
આ વર્ગમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્રકારને પણ રાખવામાં આવ્યો હતો, જેનો પ્રસાર વિશ્વભરમાં થયો હતો. પરંતુ ઝડપથી ફેલાતું વેરિયન્ટ સામે આવતા જ હવે તે ડર વધી ગયો છે કે આ સંભવિત રૂપથી વધારે ખતરનાક હોઈ શકે છે. ઓમિક્રોનના કારણે ઘણા દેશોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની ફરજ પાડી છે. જેના કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે કડાકો જોવા મળ્યો છે.
બૂસ્ટર ડોઝ લગાવ્યા પછી પણ થયા સંક્રમિત
આ વેરિયન્ટની જાહેરાત ગુરુવારે સાઉથ આફ્રિકામાં વૈજ્ઞાનિકોએ કરી હતી. હવે આ બે અન્ય દેશો ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ જોવા મળ્યો છે. તેના સિવાય બોત્સવાના અને હોંગકોંગમાં આ વેરિયન્ટના કેસ સામે આવી ચૂક્યા છે. WHOનું કહેવું છે કે અત્યાર સુધી વેરિયન્ટના લગભગ 100 જીનોમ સિક્વન્સની સૂચના મળી છે. ખાસ વાત તો એ છે કે ઘણા સંક્રમિત લોકોને સંપૂર્ણપણે રસીના ડોઝ લઈ ચૂક્યા છે. તેમાં ઇઝરાયેલના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જેને રસીનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો હતો.
ઝડપથી ફેલાઈ રહ્યો છે નવો વેરિયન્ટ
ભારત એ શુક્રવારે 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીના વૈજ્ઞાનિક વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે નવો વેરિયન્ટ ડેલ્ટ સહિત કોઈ પણ અન્ય સ્વરૂપની તુલનામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનો પુરાવો રસી લઈ ચૂકેલા લોકો સંક્રમણની ઝપેટમાં આવવું છે. આ સંકેત છે કે આ વેરિયન્ટ વિરુદ્ધ વેક્સિનની અસરકારકતા પર અસર પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube