ઝડપથી ફેલાય શકે છે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન, અમેરિકાના ટોપ નિષ્ણાંત ફાઉચીએ ચેતવ્યા, શું ફરી લાગશે લૉકડાઉન?
આ સપ્તાહે પ્રથમવાર નવા વેરિએન્ટની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ છે. આ સ્ટ્રેન બોત્સ્વાના સહિત આસપાસના દેશોમાં ઝડપથી ફેલાયો છે. તેણે સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ લોકોને પણ સંક્રમિત કર્યાં છે. આ વેરિએન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ બાઇડેન પ્રશાસનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડોક્ટર એન્થની ફાઉચીએ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ખતરાની ઘંટી વગાડી છે. તેમણે ચેતવણી આપી કે નવો વેરિએન્ટ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે તે સરળતાથી ફેલાય શકે છે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.
આ સપ્તાહે પ્રથમવાર નવા વેરિએન્ટની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ છે. આ સ્ટ્રેન બોત્સ્વાના સહિત આસપાસના દેશોમાં ઝડપથી ફેલાયો છે. તેણે સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ લોકોને પણ સંક્રમિત કર્યાં છે. આ વેરિએન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. ઘણા મહાદ્વીપોમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થવાના કેસની પુષ્ટિ થઈ ચુકી છે. જર્મની, ઈટાલી, બેલ્જિયમ, ઇઝરાયલ અને હોંગકોંગમાં પણ તેના કેસ સામે આવ્યા છે.
સંક્રામક રોગ માટે અમેરિકાના ટોપ એક્સપર્ટ ફાઉચીએ અમેરિકાને નવા વેરિએન્ટનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. પરંતુ તેમણે કહ્યું કે, હજુ તે જણાવવું ઉતાવળ ગણાશે કે ક્યા પ્રકારની તૈયારીઓની જરૂર છે.
આ પણ વાંચોઃ મોડી રાત્રે સાયકલ ચલાવી હોસ્પિટલ પહોંચ્યા NZ ના મહિલા સાંસદ, બાળકને આપ્યો જન્મ
શું ફરી લૉકડાઉન લાગશે?
એબીસી ન્યૂઝ સાથે વાતચીતમાં ફાઉચીએ કહ્યુ કે, નવા વેરિએન્ટના ખતરાને જોતા અમેરિકાથી જે થઈ શકે તે કરવું જોઈએ. પરંતુ હજુ તે કહેવું જલદી હશે કે દેશમાં વધુ એક લૉકડાઉન કે અન્ય પ્રતિબંધોની જરૂર છે.
ફાઉચીએ શનિવારે એબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે આ વાતની સંભાવના છે કે તે વેરિએન્ટ અમેરિકામાં હોય. તેમણે જણાવ્યું કે, અમેરિકી સ્વાસ્થ્ય અધિકારી દક્ષિણ આફ્રિકામાં પોતાના સમકક્ષો સાથે આ વેરિએન્ટ વિશે બીજીવાર વાત કરશે.
ભારતમાં શું છે તૈયારી?
ફાઉચીના આ નિવેદન પહેલા તમામ નિષ્ણાંતો કોરોનાના નવા વેરિએન્ટને ફાઉચીથી વધુ ખતરનાક ગણાવી રહ્યા હતા. ભારતમાં પણ ઓમિક્રોનનો સામનો કરવા માટે કેન્દ્રો અને રાજ્ય સરકારો હરકતમાં આવી ગઈ છે.
ઓમિક્રોન વેરિએન્ટમાં 30થી વધુ મ્યૂટેશન, ઘટી શકે છે વેક્સીનનો પ્રભાવઃ ગુલેરિયા
ઓમિક્રોનની ચિંતા વચ્ચે ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ રવિવારે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં વાયરસથી બચવાના વિવિધ ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવા ફરી શરૂ કરવાની તારીખે, શરતો અનુસાર સમીક્ષાની વાત કરવામાં આવી હતી. દેશની અંદરની સ્થિતિ પર પણ ચાંપતી નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ હેલ્થ ઓફિસરને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેઓએ ટેસ્ટિંગ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
ભારત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. આ નવી ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરી પહેલા, મુસાફરો તેમના નેગેટિવ RT PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરશે.
કેન્દ્ર સરકારે 12 દેશોની યાદી પણ બહાર પાડી છે જેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જ્યાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે વધારાના પગલાં લેવામાં આવ્યા છે. તેમાં યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી ભારત આવનારાઓએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે અને એરપોર્ટ પર જ રિપોર્ટની રાહ જોવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube