નિકોસિયાઃ કોરોના વાયરસના એક બાદ એક સામે આવી રહેલા નવા વેરિએન્ટે દુનિયાની ચિંતા વધારી દીધી છે. બીજી લહેરમાં ભારત અને દુનિયાને ખરાબ રીતે પ્રભાવિત કરનાર ડેલ્ટા વેરિએન્ટમાંથી બહાર આવ્યા બાદ આ સમયે ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ છવાયેલું છે, પરંતુ આ વચ્ચે વધુ એક વેરિએન્ટ સામે આવ્યો છે, જેને ડેલ્ટાક્રોન (Deltacron) કહેવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલ્ટા વેરિએન્ટની સમાન છે ડેલ્ટાક્રોનનું જેનેટિક બેકગ્રાઉન્ડ
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઇપ્રસમાં એક નવો વોરોના વેરિએન્ટ ડેલ્ટાક્રોન સામે આવ્યો છે. સાઇપ્રસ મેલનો હવાલો આપતા જેરૂસલમ પોસ્ટે જણાવ્યું કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટાક્રોનનું જેનેટિક બેકગ્રાઉન્ડ ડેલ્ટા વેરિએન્ટ સમાન છે, સાથે તેમાં ઓમિક્રોન જેવા કેટલાક મ્યૂટેશન પણ છે, તેથી તેને ડેલ્ટાક્રોન કહેવામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે તે ચિંતાની વાત નથી. કુલ મળીને સાઇપ્રસમાં લેવાયેલા 25 નમૂનામાં ઓમિક્રોનના 10 મ્યૂટેશન જોવા મળ્યા છે. 11 સેમ્પલ તે લોકોના હતા, જે વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ હતા, જ્યારે 11 સામાન્ય વસ્તીમાંથી આવ્યા હતા. 


સાઇપ્રસ વિશ્વવિદ્યાલયમાં બાયોટેકનોલોજી અને મોલેક્યુલર વાયરોલોજીની લેબોરેટરીના પ્રમુખ ડોક્ટર લિયોનડિઓસ કોસ્તિકિસે કહ્યુ કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ વચ્ચે મ્યૂટેશનની તીવ્રતા વધુ હતી. આ નવો વેરિએન્ટ અને હોસ્પિટલમાં દાખલ થવા વચ્ચે સંબંધનો ઈશારો કરે છે. 


આ પણ વાંચોઃ Lockdown-2022: શું દેશમાં ફરી લાગશે લૉકડાઉન? જાણો WHOથી લઈને રાજ્ય સરકારોની શું છે યોજના


ડેલ્ટા અને ઓમિક્રોનથી મળીને બન્યો છે- ડેલ્ટાક્રોન
કોસ્તિકિસે તે વાત પર ભાર આપ્યો કે આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટની સમાન જેનેટિક બેકગ્રાઉન્ડ છે. સાથે ઓમિક્રોનના કેટલાક મ્યૂટેશન છે. સાઇપ્રસના સ્વાસ્થ્ય મંત્રી મિખલિસ હાડજીપાંડેલસે કહ્યુ કે, નવો વેરિએન્ટ હાલ ચિંતાની વાત નથી. મંત્રીએ નવા વેરિએન્ટની શોધ કરવા પર ગર્વ વ્યક્ત કર્યો હતો. 


તે વિશે મંત્રી હાજીપાંડેલસે કહ્યુ કે, ડો કોસ્તિકિસની ટીમે અભૂતપૂર્વ સંશોધન અને નિષ્કર્ણ અમને અમારા વૈજ્ઞાનિકો પર ગર્વ કરાવે છે. જેરૂસલમ પોસ્ટ અનુસાર, મંત્રીએ તે પણ કહ્યું કે, આ શોધ સ્વાસ્થ્યના મામલામાં અમારા દેશ સાઇપ્રસને આંતરરાષ્ટ્રીય સ્તર પર રાખી શકે છે. હજુ આ નવા વેરિએન્ટને વૈજ્ઞાનિક નામ આપવાની જાહેરાત થઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube