Global Warming 1.5 degrees Celsius Threshold: મે મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મે મહિનો સાબિત થયો છે. આમ જોઈએ તો ગત એક વર્ષમાં દર મહિને ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગત મહિનાનું એવરેજ ગ્લોબલ ટેમ્પરેચર સરેરાશ 1850-1900 પ્રી ઈન્ડસ્ટ્રિયલ રફરેન્સ પીરિયડ માટે અંદાજિત મે એવરેજથી 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. 12 મહિનાની ટાઈમલાઈન જોઈએ તો જૂન 2023-મે 2024 વચ્ચે સરેરાશ તાપમાન 1850-1900 ની સરેરાશથી 1.63 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 જૂનના રોજ વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) નો રિપોર્ટ આવ્યો. જે મુજબ 2024 અને 2028 વચ્ચે કોઈ એક વર્ષમાં સરેરાશ તામાનના પ્રી ઈન્ડસ્ટ્રિયલ લેવલથી 1.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની આશંકા 80 ટકા સુધી વધી ગઈ છે. એક વર્ષ પહેલા સુધી, તેની આશંકા 66 ટકા હતી. આ આંકડા ચોંકાવનારા છે પરંતુ તેનો અર્થ એ નથી કે દુનિયા 1.5 ડિગ્રીવાળી લિમિટ પાર કરવાની છે. આ લિમિટ તો બેથી ત્રણ દાયકા લાંબા સમયગાળા પર ગરમી માટે છે. 


1.5 ડિગ્રી સેલ્સિયસવાળી લિમિટ શું છે?
2015માં ભારત સહિત 195 દેશોએ પેરિસ સમજૂતિ પર સહી કરી હતી. જેમાં પ્રણ લીધુ હતું કે સદીના અંત સુધી ગ્લોબલ ટેમ્પરેચરને પ્રી ઈન્ડસ્ટ્રિયલ લેવલના 2 ડિગ્રી સેલ્સિયસ ઉપર સુધી જવા દેવાશે નહીં. ગ્લોબલ તાપમાનને તેનાથી ક્યાંક વચ્ચે મેન્ટેઈન કરવામાં આવશે. 


પેરિસ એગ્રીમેન્ટ મુજબ તમામ દેશો એ કોશિશ કરશે કે ગરમી 1.5 ડિગ્રી સેલ્સિયસવાળી મર્યાદાને પાર ન કરે. સમજૂતિમાં જે પ્રી ઈન્ડસ્ટ્રિયલ દોરની વાત થઈ હતી તેને સ્પષ્ટ કરાયો નહતો. જળવાયુ વૈજ્ઞાનિક સામાન્ય રીતે 1850થી 1900ને બેસલાઈનની જેમ લે છે. 


ફક્ત 1.5 ડિગ્રી સેલ્સિયસ જ કેમ? 
1.5 ડિગ્રી સેલ્સિયસની આ મર્યાદા એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટના આધારે હતી. રિપોર્ટ મુજબ જો આ મર્યાદા પાર થઈ તો કેટલાક વિસ્તારો અને અસુરક્ષિત ઈકોસિસ્ટમને ખુબ વધુ જોખમ ઊભું થશે. જો દુનિયાનું સરેરાશ તાપમાન પ્રી ઈન્ડસ્ટ્રિયલ લેવલથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું તો જળવાયુ પરિવર્તનના ભયાનક પરિણામ જોવા મળશે. કેટલાક વિસ્તારો માટે સરેરાશ તાપમાનમાં આટલા વધારાનો અર્થ તબાહી હશે. તેને જોતા 2 નહીં પરંતુ 1.5 ડિગ્રીની લિમિટ રાખવામાં આવી. 


જો આ લિમિટ ક્રોસ થઈ તો?
1.5 ડિગ્રી સેલ્સિયસની લિમિટ કોઈ બંધ જેવી નથી કે સરેરાશ તાપમાન તેનાથી વધુ ગયું તો અચાનક તબાહી આવી જશે. પરંતુ એટલું ચોક્કસ છે કે લાંબા સમય સુધી આ લિમિટ ક્રોસ થતી રહી તો દુનિયા તબાહીના રસ્તે જરૂર જશે. સમુદ્રનું જળસ્તર વધશે. ભયાનક પૂરુ અને દુષ્કાળ સામાન્ય બની જશે. જંગલમાં દાવાનળ ઝડપથી અને અનેક મોટા પાયે જોવા મળશે. 


કઈક હદે તો દુનિયા આવા પ્રભાવો સામે  અત્યારે પણ ઝઝૂમી રહી છે. મેના અંતિમ દિવસોમાં, ઉત્તર અને મધ્ય ભારતનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ હતું. દુનિયાભરમાં છેલ્લા એક વર્ષમાં લૂના કારણે અનેક મોતો થયા છે. 


દુનિયાને કેવી રીતે બચાવવી
જ્યારથી માણસે તાપમાનનો રેકોર્ડ રાખવાનો શરૂ કર્યો છે, 2023 સૌથી ગરમ વર્ષ સાબિત થયુ છે. WMO મુજબ દુનિયાનું સરેરાશ તાપમાન પ્રી ઈન્ડસ્ટ્રિલ લેવલથી 1.45 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું. જો કે તેની પાછળ અલનીનો પણ એક કારણ જણાવાયું હતું. પ્રશાંત મહાસાગરનું આ હવામાન પેટર્ન હવે પોતાની ચરમસીમાને પાર કરી ચૂક્યુ છે. આવનારા મહિનાઓમાં ઠંડી લા નીના તરફ વધશે. 


WMO ની ચેતવણી છે કે આગામી પાંચ વર્ષમાં 1.5 ડિગ્રી સેલ્સિયસવાળી લિમિટ ભલે અસ્થાયી રીતે, પણ પાર તો થશે. તે લિમિટના દાયરામાં રહેવાની એક જ રીત છે અને તે છે ગ્રીન હાઉસ ગેસો (GHGs)ના ઉત્સર્જન પર લગામ કસવામાં આવે. દુનિયાએ કોલસો, તેજ અને ગેસ જેવા જીવશ્મી ઈંધણોને બાળવાનું બંધ કરવું પડશે. જો કે આ દિશામાં હજુ સુધી કોઈ ખાસ કોશિશ થઈ નથી. 2023માં વાયુમંડળમાં ગ્રીન હાઉસ ગેસોનું પ્રમાણ ઐતિહાસિક સ્તર પર જઈ પહોંચ્યુ હતું.