વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝિનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિગોઝિન કથિત રીતે આફ્રિકામાં જોવા મળી રહ્યા છે. વેગનર ગ્રુપ સાથે જોડાયેલી એક ટેલિગ્રામ ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલી એક નાનકડી ક્લિપમાં પ્રિગોઝિન પોતાની ભલાઈ અને પોતાની સુરક્ષા માટે સંભવિત જોખમો વિશે વાત કરતા દેખાઈ રહ્યા છે. તેઓ સેના જેવા કપડાં અને ટોપી પહેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમના જમણા હાથ પર ઘડિયાળ પણ બાંધેલી છે. 


અત્રે જણાવવાનું કે વેગનર ગ્રુપના ચીફનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રશિયાની એજન્સીઓ તેમના મોતની પુષ્ટિ કરી ચૂકી છે. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે ખાનગી સૈન્ય સંગઠન વેગનરના પ્રમુખ યેવગેની પ્રિગોઝીનનું એક વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. સમિતિના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ફોરેન્સિક તપાસ બાદ દુર્ઘટનાસ્થળે મળેલા તમામ 10 મૃતદેહોની ઓળખ કરાઈ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube