ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં ફાયરિંગની ઘટના બાદ ભારતીય મુળના 9 નાગરિકો ગુમ
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 49થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા
ક્રાઇસ્ટચર્ચ : ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદમાં 50 રાઉન્ડ ફાયરિંગ થયું. આ ફાયરિંગમાં આશરે 46થી વધારે લોકોનાં મોતનાં સમાચાર છે. મસ્જિદમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ નમાઝ અદા કરવા માટે આવી હતી. ફાયરિંગ દરમિયાન સમગ્ર ટીમે પાર્કનાં રસ્તે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ન્યુઝીલેન્ડમાં મસ્જિદનાં દરવાજા બંધ રાખવાનો હુકમ અપાયો છે. ચાર લોકોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે.
મોદી 2019ની ચૂંટણી જીતશે તો ભવિષ્યમાં કોઇ ચૂંટણી થાય તેની ગેરેન્ટી નહી: ગહલોત
વડાપ્રધાન મોદીએ ન્યૂઝીલેન્ડ હિંસાની નિંદા કરી
વડાપ્રધાન મોદીએ ન્યુઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચ મસ્જીદમાં ફાયરિંગની ઘટના અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને આને જધન્ય આતંકવાદી હુમલો ગણાવ્યો છે.ન્યુઝીલેન્ડનાં સમકક્ષ જસિંદા આર્ડ્રેનને લખેલા પત્રમાં વડાપ્રધાને મરનારા લોકોનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંકટના આ સમયમાં લોકો પીડિત પરિવાર અને ન્યુઝીલેન્ડની સાથે છે. વડાપ્રધાન મોદીએ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી. આ હિંસાનું સમર્થન કરનારા લોકની પણ ટીકા કરી હતી.
બળતુ ઘર કૃષ્ણાર્પણ: અમેઠીમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ રાહુલને બીજી સીટ પરથી પણ લડાવશે
ભારતીય મુળનાં 9 લોકો છે ગુમ
ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં અંધાધુંધ ફાયરિંગ બાદ 9 ભારતીયો ગુમ છે. ન્યુઝીલેન્ડમાં ભારતના હાઇકમિશ્નર સંજીવ કોહલીએ કહ્યું કે, હાલનાં આંકડા અનુસાર અને અનેક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય મુળનાં કુલ 9 લોકો ગુમ છે. આ બાબતે અધિકારીક માહિતીની રાહ જોવાઇ રહી છે. તેમણે કહ્યું કે, માનવતા વિરુદ્ધ આ ગંભીર ગુનો છે. અમારી પ્રાર્થનાઓ તે પરિવારના લોકો સાથે છે જેમણે આ દુર્ઘટનામાં પોતાનાં પરિવારનાં લોકો ગુમાવ્યા છે.