Golriz Ghahraman News: ન્યૂઝીલેન્ડના એક મહિલા સાંસદે દુકાનમાં ચોરી કરવાના અનેક આરોપો બાદ હવે રાજીનામું આપ્યું છે. આરોપો અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બીબીસી રિપોર્ટ મુજબ ગ્રીમ પાર્ટીના ગોલરિઝ ઘરમન (Golriz Ghahraman) પર બે કપડાંની દુકાનોમાંથી ત્રણ વખત સામાન ચોરી કરવાનો આરોપ છે. જેમાંથી એક દુકાન ઓકલેન્ડમાં અને બીજી વેલિંગ્ટનમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મંગળવારે તેમનું રાજીનામું પડ્યું છે. સીસીટીવી ફૂટેજમાં તેઓ કથિત રીતે ઓકલેન્ડ બુટિકથી એક ડિઝાઈનર હેન્ડબેગ લેતા નજરે ચડ્યા. ચોરીના આરોપ પર ઘરમને કહ્યું કે કામ સંલગ્ન તણાવને કારણે તેમનો વ્યવહાર સંપૂર્ણ રીતે ખોટો થઈ ગયો. તેમણે કહ્યું કે મે અનેક લોકોને નિરાશ કર્યા છે અને મને તેનું દુ:ખ છે. 


સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ માનવાધિકાર વકીલ રહી ચૂકેલા ઘરમને 2017માં સંસદ ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ દેશમાં સંસદમ માટે ચૂંટાઈ આવેલા પહેલા શરણાર્થી હતા. તેઓ એકવાર પોતાની પાર્ટીનો ન્યાય વિભાગ પણ સંભાળી ચૂક્યા છે. ધરનમ પોતાના પરિવાર સાથે બાળપણમાં જ ઈરાનથી ભાગી આવ્યા હતા. તેમના પરિવારને ન્યૂઝીલેન્ડમાં રાજકીય શરણ મળી હતી. ઘરમને એક નિવેદનમાં કહ્યું કે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી વ્યવહારના ઉચ્ચ માપદંડોની આશા રાખવામાં આવે છે પરંતુ તેમનો વ્યવહાર 'ઉતરતો' હતો. 


કોઈ બહાનું નથી બનાવવા માંગતી
સાંસદે કહ્યું કે જેને હું  સમજાવી શકું એવો આ વ્યવહાર નથી. કારણ કે આ કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. મેડિકલ તપાસ બાદ હું સમજું છું કે હું યોગ્ય નથી. તેમણે કહ્યું કે હુમ મારા માટે કોઈ બહાનું બનાવવા માંગતી નથી. ઘરમને કહ્યું કે હું જે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલને જોઈ રહી છું તેનું કહેવું છે કે મારો હાલનો વ્યવહાર વર્તમાન ઘટનાઓ મુજબ છે જે વધુ પડતા તણાવને કારણે પેદા થાય છે. 


સાંસદના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા ગ્રીન પાર્ટીના સહનેતા જેમ્સ શોએ કહ્યું કે ઘરમનને સંસદ માટે ચૂંટાઈ ગયા બાદ સતત યૌન હિંસા, શારીરિક હિંસા, મોતની ધમકીઓ મળી રહી હતી. શોને કહ્યું કે આ ધમકીઓની પોલીસ તપાસ થતી રહે છે અને સ્પષ્ટ છે કે જો તમે આ પ્રકારના જોખમ સાથે રહેતા હોવ તો તેનું કઈને કઈ પરિણામ તો આવશે. 


અત્રે જણાવવાનું કે ઘરમન આ અગાઉ પોતાના ઈરાની વારસા, પોતાના જેન્ડર અને વિવિધ મુદ્દાઓ પર જાહેર મત રજુ કરવા બદલ ધમકીઓ મળવાની વાત રજૂ કરી ચૂક્યા છે. તેમણે 2021માં નેશનલ બ્રોડકાસ્ટર TVNZ ને જણાવ્યું હતું કે આખરે મારે કેટલાક ઓનલાઈન ધમકીઓનો સામનો કરવો પડ્યો. મારે સુરક્ષા એલાર્મ રાખવું પડ્યું અને સંસદમાં આગળ પાછળ સુરક્ષા એસ્કોર્ટ રાખવા પડ્યા. ઘરમનને 2017માં શ્વેત વર્ચસ્વવાદીઓની ધમકીઓ બાદ એસ્કોર્ટ આપવામાં આવ્યું હતું. 


હાલમાં જ ઘરમને પેલેસ્ટાઈન સમર્થક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.  તેમણે ગ્રીન પાર્ટીના વિદેશી મામલાઓ અને માનવાધિકાર પ્રવક્તા તરીકે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધમાં ઈઝરાયેલના મિલેટ્રી કાર્યવાહીની પણ ટીકા કરી હતી. આ માટે તેમણે ખુબ આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો. ગ્રીન પાર્ટીના સહનેતા મારામા ડેવિડસને કહ્યું કે એ સાચુ છે કે ઘરમને રાજીનામું આપી દીધુ છે. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે તેઓ સંકટમાં હતા અને તેમને તેમનું સમર્થન મળતું રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube