સાંસદે એવા હાવભાવ સાથે અને ગરજતા આપ્યું ભાષણ...આખી સંસદ હચમચી ગઈ, જુઓ Video
Viral Video: ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા સાંસદ હાના રહિતી માઈપે-ક્લાર્ક હાલ ખુબ ચર્ચામાં છે. કારણ કે તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાંસ હાકા પરફોર્મ કરીને પોતાનો મુદ્દો ઉઠાવ્યો.
ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા સાંસદ હાના રહિતી માઈપે-ક્લાર્ક હાલ ખુબ ચર્ચામાં છે. કારણ કે તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાંસ હાકા પરફોર્મ કરીને પોતાનો મુદ્દો ઉઠાવ્યો. અત્રે જણાવવાનું કે હાકા એક યુદ્ધગીત હોય છે જેને પૂરી તાકાત અને હાવભાવથી પ્રસ્તુત કરાય છે.
ડરામણા હાવભાવ
તેમણે તમામ તામારિકી માઓરીને સમર્પિત એક શક્તિશાળી ભાષણ આપતા આ પરંપરાગત 'વોર ક્રાઈ'નું પ્રદર્શન કર્યું. સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેમને અનુસર્યા પણ ખરા. જે લોકો હાકાને સારી રીતે સમજતા નથી તેઓ તેમના ચહેરાના હાવભાવથી તેને સરળતાથી સમજી શકે છે તેઓ પોતાના ભાષણ દ્વારા ગરજી રહ્યા છે. વીડિયોમાં તેમના હાવભાવ જોવામાં ડરામણા પણ લાગે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube