કીવઃ Russia-Ukraine War: રશિયા હવાઈ હુમલાથી સતત યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વખતે રશિયા તરફથી ફાયર કરવામાં આવેલી મિસાઇલનું નિશાન એક નવજાત બની ગયું. યુક્રેનના દક્ષિણી જાપોરિજ્જિયા ક્ષેત્રમાં એક મેટરનિટી વોર્ડ પર રશિયાના હુમલા બાદ નવજાત શિશુનું મોત થયું છે. આ હુમલામાં મેટરનિટી વોર્ડની બે માળની બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેસ્ક્યૂ ટીમે જણાવ્યું કે આ વોર્ડ જાપોરિજ્જિયા ક્ષેત્રના વિલ્નિયાસ્ક શહેરમાં હતો. દુર્ઘટના દરમિયાન બિલ્ડિંગમાં એક મહિલા નવજાત બાળકની સાથે હતો. બાળકના માતા અને એક ડોક્ટરને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર પોતાના દેશમાં આતંક અને હત્યાનો આરોપ લગાવ્યો છે. 


રશિયા જાતોરિજ્જિયા પર કેમ કરી રહ્યું છે હુમલા
જાપોરિજ્જિયા ક્ષેત્રમાં મુખ્ય ન્યૂક્લિયર પ્લાન્ટ સ્થિત છે. તેથી રશિયા વારંવાર તેને નિશાને લઈ રહ્યું છે. યુક્રેનના ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે અહીં રાતભર હુમલા થતા રહ્યાં. પરંતુ આ ક્ષેત્ર યુક્રેનના કબજામાં છે, સપ્ટેમ્બરમાં સ્વયંભૂ જનમત સંગ્રહ બાદ જાપોરિજ્જિયા ક્ષેત્ર પર રશિયાનો દાવો છે. 


આ પણ વાંચોઃ US Shooting: વર્જીનિયા વોલમાર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત


આતંકની મદદથી જીતવા ઈચ્છે છે રશિયા
આ પહેલા અહીં મિસાઇલ હુમલાની ઘટનાઓ સામે આવી છે. યુક્રેની અધિકારીઓએ કહ્યું કે કુપિયાંસ્કમાં એક ઇમારત પર ગોળીબારીમાં બે લોકોના મોત થયા હતા. આ ખાર્કિવ ક્ષેત્રનું એક શહેર છે, જે સપ્ટેમ્બરમાં યુક્રેની સેનાએ પરત લીધુ હતું. બંને હુમલા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા આતંક અને હત્યાની મદદથી જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ થઈ શકશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube