News Anchor Suffers Stroke in Live Bulletin: છેલ્લા કેટલાક દિવસોમાં તમે હાર્ટ એટેકના અનેક વીડિયો લાઈવ જોયા હશે. જેમાં કોઈ નાચતા ગાતા હાર્ટ એટેકનો ભોગ બને છે તો કોઈ ચૂપચાપ તેની ઝપેટમાં આવી જાય છે. હાર્ટ એટેક ખુબ ખતરનાક હોય છે. અને આ સ્થિતિમાં જો યોગ્ય રીતે તેની ઓળખ ન થાય અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ જાય છે. આવી જ સ્થિતિ સ્ટ્રોકમાં પણ હોય છે. બ્રેઈન સ્ટ્રોકનો એટેક પણ હાલતા ચાલતા આવી જાય છે અને જીવલેણ હોઈ શકે છે. સ્ટ્રોક સંલગ્ન એક વીડિયો કાલથી સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં એક ન્યૂઝ એંકરને લાઈવ શો દરમિયાન એટેક આવે છે. જાણો આગળ શું થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એંકરે પોતે વીડિયો શેર કર્યો
રિપોર્ટ મુજબ અમેરિકી ન્યૂઝ ચેનલ 2 NEWS ના મહિલા એંકર જૂલી ચિન સમાચાર વાંચી રહ્યા હતા ત્યારે જ તેમને એટેક આવ્યો. ત્યારબાદ તેમણે સાવધાની વર્તતા વચ્ચે અટકીને તરત જ ડોક્ટરને ફોન કર્યો અને યોગ્ય સમયે સારવાર મળવાના કારણે તેઓ હવે ઠીક છે. આ ઘટના અંગે જૂલી ચિને લોકોને જાગૃત કરવા માટે પોતે એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube