Nirav Modi ને ભારત લાવવામાં આવશે, લંડનની કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી
બ્રિટિશ કોર્ટે નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્ય ચિંતાઓને લઈને આપવામાં આવેલી દલીલને નકારી દીધી હતી. કોર્ટે કહ્યુ કે, આવી પરિસ્થિતિમાં આ અસામાન્ય વાત નથી.
લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (PNB) માંથી આશરે બે અબજ ડોલરની છેતરપિંડીના મામલામાં આગેડૂ આરોપી નીરવ મોદી (Nirav Modi) ના ભારત પ્રત્યર્પણ પર બ્રિટિશ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં જજ સૈમુઅલ ગૂજીએ કહ્યુ કે, હું તે વાતથી સંતુષ્ટ છું કે તમને દોષી ઠેરવવા માટે પૂરતા પૂરાવા છે. કોર્ટે તે પણ કહ્યુ કે, નીરવ મોદીએ પૂરાવાને નષ્ટ કરવા અને સાક્ષીને ડરાવવાનું ષડયંત્ર રચ્યું.
નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્યવાળી દલીલ નકારી
બ્રિટિશ કોર્ટે નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્ય ચિંતાઓને લઈને આપવામાં આવેલી દલીલને નકારી દીધી હતી. કોર્ટે કહ્યુ કે, આવી પરિસ્થિતિમાં આ અસામાન્ય વાત નથી. જજે જણાવ્યું કે, નીરવ મોદીને મુંબઈના આર્થર રોડ જેલમાં પૂરતી ચિકિત્સા સુવિધા આપવામાં આવશે અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે. જજે કહ્યુ કે, નીરવ મોદીને ભારત મોકલવા પર આત્મહત્યાનો કોઈ ખતરો નથી કારણ કે તેની પાસે આર્થર રોડ જેલમાં પર્યાપ્ત ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ જર્મનીનો રાજા રાતો રાતો રંક બન્યો, જાણો શું થયું રાજા સાથે
ચુકાદા બાદ પણ નીરવ મોદીને ભારત લાવવામાં લાગશે સમય
પરંતુ આ ચુકાદા બાદ પણ ભારતીય તપાસ એજન્સીઓ અને નીરવ મોદીની પાસે હાઈકોર્ટમાં અપીલ કરવાની તક હશે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે આ મામલાની સુનાવણી હજુ લાંબી ચાલી શકે છે. નીરવ મોદીને પ્રત્યર્પણ વોરંટ પર 19 માર્ચ 2019ના ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યર્પણ મામલાના સિલસિલામાં થયેલી ઘણી સુનાવણી દરમિયાન તે વોન્ડ્સવર્થ જેલમાં વીડિયો લિંક દ્વારા સામેલ થયો હતો.
બ્રિટિશ કોર્ટે નીરવ મોદીને ન આપ્યા જામીન
જામીનને લઈને નીરવ મોદીના ઘણા પ્રયાસ મેજિસ્ટ્રેટ અદાલક અને ઉચ્ચ ન્યાયાલયમાં નકારી દેવામાં આવ્યા છે કારણ કે તેના ફરાર થવાનું જોખમ છે. તેને ભારતમાં સીબીઆઈ અને ઈડી દ્વારા નોંધવામાં આવેલા કેસ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ સિવાય કેટલાક અન્ય કેસ પણ તેની વિરુદ્ધ ભારતમાં નોંધાયેલા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube