Plastic Currency: દુનિયાના 23 દેશોમાં નથી ચાલતી કાગળની નોટ, અહીંની કરન્સી વિશે જાણી રહી જશો દંગ
Plastic Currency: દુનિયામાં 23 દેશ એવા છે જ્યાં કાગળની કરન્સી ચાલતી નથી. અહીં પ્લાસ્ટિક કરન્સી ચલણમાં છે. તેમાંથી પણ છ દેશ એવા છે જેમણે પોતાની કરન્સીને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકની નોટમાં બદલી દીધી છે.
Plastic Currency: દેશમાં 2000 રૂપિયાની નોટને 30 સપ્ટેમ્બર સુધી પરત લેવાની ઘોષણા કરી દેવામાં આવી છે. એટલે કે 2000 રૂપિયાની નોટ ને હવે ચલણથી બહાર કરવામાં આવી છે. લોકો આ નિર્ણયને નોટબંધી ટુ તરીકે ગણાવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી સૂત્રોનું કહેવું છે કે 2,000 ની નોટના કારણે દેશમાં બ્લેકમની ની આશંકા વધી રહી હતી. સાથે જ કાગળની આ નોટની જીવન અવધિ પણ પૂરી થઈ ગઈ હતી જેના કારણે આ નિર્ણય લેવો જરૂરી હતો. સરકારના આ નિર્ણયથી દેશમાં કરન્સી નોટને લઈને ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં 23 દેશ એવા છે જ્યાં કાગળની કરન્સી ચાલતી નથી. અહીં પ્લાસ્ટિક કરન્સી ચલણમાં છે. તેમાંથી પણ છ દેશ એવા છે જેમણે પોતાની કરન્સીને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકની નોટમાં બદલી દીધી છે. ચાલો તમને જણાવીએ આ છ દેશ વિશે જેણે પોતાની કરન્સી ને પ્લાસ્ટિકની નોટમાં બદલી છે.
આ પણ વાંચો:
અમેરિકાને રુસનો જવાબ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત 500 અમેરિકીઓ પર પ્રતિબંધ
Global Warming: માનવ ઈતિહાસમાં ક્યારેય નહીં અનુભવી હોય એટલી ગરમી પડશે આગામી 5 વર્ષ
Currency Notes: 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ RBI એ કરી મહત્વની ઘોષણા
ઓસ્ટ્રેલિયા
દુનિયામાં ઓસ્ટ્રેલિયા એવો પહેલો દેશ હતો જેણે 1988 માં પ્લાસ્ટિકની નોટની શરૂઆત કરી. ઓસ્ટ્રેલિયા એકમાત્ર દેશ એવો પણ છે જ્યાં પોલીમર નોટનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ નોટની બીજા દેશમાં નિકાસ પણ કરવામાં આવે છે.
ન્યૂઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયાનો પાડોશી દેશ ન્યૂઝીલેન્ડ પણ આવો જ દેશ છે. અહીં 1999 માં કાગળની કરન્સીને પ્લાસ્ટિક કરન્સીથી રિપ્લેસ કરવામાં આવી હતી. આ કરન્સીને ન્યૂઝીલેન્ડ ડોલર પણ કહેવામાં આવે છે. અહીં સૌથી મોટી નોટ 100 ડોલર અને સૌથી નાના મૂલ્યની નોટ 5 ડોલરની છે.
પાપુઆ ન્યુ ગીની
પ્રશાંત મહાસાગરમાં વસેલો આ એક નાનકડો દ્વિપીય દેશ છે. 1949 માં તેને ઓસ્ટ્રેલિયાથી આઝાદી મળી હતી. 1975 સુધી અહીં ઓસ્ટ્રેલિયન ડોલર ચાલતો હતો. ત્યાર પછી અહીં કીના તરીકે નવી કરન્સી શરૂ કરવામાં આવી. વર્ષ 2000માં આ કરન્સીને પ્લાસ્ટિક નોટમાં બદલી દેવામાં આવી.
બ્રુનેઇ
દક્ષિણ પૂર્વ એશિયાનો આ એક નાનકડો મુસ્લિમ દેશ છે. અહીંની કરન્સી ને બ્રુનેઈ ડોલર કહેવાય છે. દેશમાં જ્યારે નકલી નોટ નું પ્રમાણ વધવા લાગ્યું ત્યારે અહીં પ્લાસ્ટિક કરન્સી નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
કેટલા રૂપિયામાં પ્રિન્ટ થાય છે 100, 500, 2,000ની નોટ,એક નોટ છાપવાનો કેટલો આવે ખર્ચ?
તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી
પહેલા 500, 1000 અને હવે 2000... જાણો 8 નવેમ્બરથી આ વખતની નોટબંધી કેટલી છે અલગ
વિયતનામ
દક્ષિણ પૂર્વ એશિયાનો આ એક દેશ છે જ્યાં પ્લાસ્ટિક કરન્સી ની શરૂઆત વર્ષ 2003 માં થઈ હતી. અહીં વિયતનામી ડોંગ ચાલે છે. જેમાં સૌથી મોટા મૂલ્યની નોટ પાંચ લાખની હોય છે. જે 20 અમેરિકા ડોલર બરાબર માનવામાં આવે છે.
રોમાનિયા
યુરોપમાં પ્લાસ્ટિક કરન્સી અપનાવનાર રોમાનિયા પહેલો અને એક માત્ર દેશ છે. અહીંની કરન્સીને રોમેનીયન લેઉ કહેવામાં આવે છે. વર્ષ 2005 માં અહીંની સરકારે રોમાનિયાની કરન્સી નોટને પ્લાસ્ટિક નોટમાં બદલી દીધી હતી.