ઓસ્લો: ફિલિપાઈન્સના મારિયા રેસા અને રશિયાના દમિત્રી મુરાતોવને વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંને પત્રકાર છે. તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે કરાયેલા પ્રયત્નો માટે શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોબેલ કમિટીએ કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી માટે બંનેના પ્રયત્નો જોતા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અભિવ્યક્તિની આઝાદી કોઈ પણ લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ શરત છે. નોબેલ કમિટીએ બંનેના પ્રયત્નોને ખુબ  બિરદાવ્યા. કમિટીએ કહ્યું કે બંને પત્રકારોએ ફિલિપાઈન્સ અને રશિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે સાહસિક લડત લડી. 


અત્રે જણાવવાનું કે કુલ 329 ઉમેદવારોમાંથી મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે પસંદ કરાયા છે. આ વર્ષે ઉમેદવારોમાં જળવાયુ કાર્યકરો ગ્રેટા થનબર્ગ, મીડિયા રાઈટ ગ્રુપ રિપોર્ટસ વિધાઉટ બોર્ડર્સ (RSF) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સામેલ હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube