Nobel Prize 2019 : બે અમેરિકન અને એક બ્રિટિશરને મળ્યો મેડિસિનનો નોબેલ
ચિકિત્સાનો નોબેલ પારિતોષિક જાહેર કરતા જ્યુરીએ ટાંક્યું છે કે, `તેમણે પોતાના સંશોધન દ્વારા એ સાબિત કર્યું છે કે ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતે આપણી કોશિકાઓ અને શારીરિક ક્રિયાઓને પ્રભાવિત કરે છે. સાથે જ એનિમિયા, કેન્સર અને અન્ય રોગોના ઈલાજની નવી પદ્ધતિ માટે નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે.`
નવી દિલ્હીઃ ફિઝિયોલોજી અથવા મેડિસિન(ચિકિત્સા)ના ક્ષેત્રનો વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર બે અમેરિકન અને એક બ્રિટિશરને સંયુક્ત રીતે એનાયત કરાયો છે. અમેરિકાના બે સંશોધક વિલિયમ જે કેલિન જુનિયર અને સર પીટર જે. રેટક્લીફ તથા બ્રિટિશર સંશોધક ગ્રેગ એલ. સેમેન્ઝાને સોમવારે 'કોશિકાઓની કામ કરવાની પદ્ધતિ અને ઓક્સિજનને ગ્રહણ કરવાની પદ્ધતિ'ની શોધ કરવા બદલ નોબેલ એવોર્ડ માટે પસંદ કરાયા છે.
નોબેલ પુરસ્કાર મેળવ્યા પછી સર પીટર જે. રેટક્લિફે આનંદ વ્યક્ત કર્યો હતો. જે સમયે નોબેલ પુરસ્કાર માટે રેટક્લિફના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ ઈયુ સિનર્જી ગ્રેન્ટ એપ્લિકેશન પર પોતાની ડેસ્ક પર કામ કરી રહ્યા હતા.
દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો એક ક્લિક...