નવી દિલ્હીઃ ફિઝિયોલોજી કે મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કાર (Noble Prize) ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ (Fevid Julius) અને આર્ડેમ પટાપૌટિયન (Ardem Patapoution) ને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ પ્રાઇઝની જાહેરાત સોમવારે નોબેલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમૈને કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉકેલ્યું રહસ્ય
નોબેલ સમિતિએ જણાવ્યુ કે કઈ રીતે ડેવિડ અને આર્ડમે આ શોધ કરી જેના માટે તેમને સન્માનિત કરવામાં આવે છે. આપણી ત્વચા પર રહેલ નસો પર તાપમાન કે દબાવની અલગ-અલગ અસર થાય છે. આ વૈજ્ઞાનિકોની સામે હંમેશા એક રહસ્ય બનેલું હતું કે આખરે તાપમાન, ગરમ કે ઠંડક કે સ્પર્શને કઈ રીતે ડિટેક્ટ કરવામાં આવે છે અને nerve impulse માં બદલીને nervous system ના તે ભાગ સુધી પહોંચાડવામાં આવે છે જ્યાં તેનો મતલબ આપણા શરીરને સમજમાં આવે છે? નવી શોધે આ સવાલનો પણ જવાબ આપ્યો છે. 


પાછલા વર્ષે મેડિસિનનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપથી ત્રણ વૈજ્ઞાનિક હાર્વે જે આલ્ટર, માઇકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇસને મળ્યું હતું, જેમણે લિવરને નુકસાન પહોંચાડનાર હેપેટાઇટિસ સી વાયરસની શોધ કરી હતી. આ શોધથી ઘાતક બીમારીની સારવાર શોધવામાં મદદ મળી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube