નોર્વેઃ Nobel Prize For Chemistry: નોબેલ પુરસ્કારોની જાહેરાતની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રમમાં બુધવાર (5 ઓક્ટોબર) એ રસાયણ શાસ્ત્ર (Chemistry) માટે નોબલે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે કૈરોલિન આર બર્ટોઝઝી  (Carolyn R. Bertozzi), માર્ટન મેલ્ડન (Morten Meldal) અને કે. બૈરી શાર્પલેસ (K. Barry Sharpless) ને 'ક્લિક કેમિસ્ટ્રી અને બાયોઓર્થોગોનલ કેમિસ્ટ્રીના વિકાસ માટે' રસાયણ શાસ્ત્રમાં 2022ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવાર (3 ઓક્ટોબર) એ થઈ હતી. સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વંતે પાબોને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને નિએંડરથલ ડીએનએ પર તેમના રિસર્ચ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube