નવી દિલ્હીઃ ભારતીય મૂળના અભિજીત બેનરજી, તેમનાં પત્ની એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે. વૈશ્વિક ગરીબીમાં ઘટાડો કરવા માટે તેમણે કરેલા કાર્યો બદલ તેમનું સન્માન કરાયું છે. અભિજીત બેનરજીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. 


જાણો કોણ છે અભિજીત બેનરજી, જેમને મળ્યો છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશેલ ક્રેમર
- 1964માં જન્મ, અમેરિકન નાગરિક.
- પીએચડી, 1992, હાર્વર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ.
- હાર્વર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ, યુએસએ. 


વૈશ્વિક ગરીબીનો સામનો કરવામાં યોગદાન 
રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સિસે આ અર્થશાસ્ત્રીઓની પસંદગી અંગે જણાવ્યું કે, "આ વર્ષના વિજેતાઓએ વૈશ્વિક ગરીબીને નાથવા માટે ઉચિત જવાબો શોધ્યા હતા. તેમણે નાના-નાના મુદ્દાઓને શોધી કાઢીને તેનો જવાબ આપ્યો હતો. ખાસ કરીને તેમણે વિશ્વમાં શિક્ષણનું સ્તર ઊંચુ લઈ જવા અને બાળકોના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના નાના-નાના મુદ્દાઓનું જો સાવચેતીપૂર્વક સમાધાન શોધી લેવામાં આવશે તો તેનાથી પણ ગરીબી નાબૂદીમાં ઘણો ફાયદો થશે."


વૈશ્વિક ગરીબીના આંકડા
સમગ્ર વિશ્વમાંથી ગરીબીને તેના તમામ પ્રકારમાંથી નાબૂદ કરવા માટે માનવ સમુદાય દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં આજે પણ સમગ્ર વિશ્વમાં 700 મિલિયન (70 કરોડ) લોકો અત્યંત ઓછી આવક ધરાવે છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 5 વર્ષથી નીચેની ઉંમરના 50 લાખ બાળકો આજે પણ મોંઘા ઈલાજ અથવા તો ઈલાજ કરી શકાય એવી બીમારી હોવા છતાં પણ યોગ્ય ઈલાજ ન મળવાના કારણે મોતને ભેટે છે. સમગ્ર વિશ્વના અડધાથી વધુ બાળકો આજે પણ પાયાનું શિક્ષણ અને સામાન્ય ગણતરી શીખતાં પહેલાં જ શાળા છોડી દે છે.  


જુઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....