વોશિંગ્ટનઃ નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન લેખિકા ટોની મોરીસનનું નિધન થયું છે. તેઓ 88 વર્ષનાં હતાં. પરિવારનાં સભ્યો અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી તેઓ બીમાર હતાં. સાહિત્યનો નોબેલ પુરસ્કાર જીતનારાં ટોની આફ્રીકન મૂળના પ્રથમ અમેરિકન લેખિકાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીબીસીના સમાચાર અનુસાર 11 નોવેલનાં લેખિકાં ટોનીને 1993માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમની પ્રથમ નવલકથા 'ધ બ્લ્યૂ આઈ' 1970માં પ્રકાશિત થઈ હતી. 


કલ્પનાશક્તીથી ભરપૂર પોતાની નવલકથાઓમાં ટોનીએ જાત-જાતના પાત્રોની રચના કરી હતી અને કાવ્યાત્મક શૈલીમાં તેમનું વર્ણન કર્યું હતું. તેમણે અમેરિકાની વાસ્તવિક્તાના અનિવાર્ય પાસાને જીવંત કર્યો હતો. તેમની કૃતિ 'બિલવ્ડ'માં આફ્રિકન-અમેરિકન મૂળની એક દાસીની સ્ટોરી હતી. આ સ્ટોરી પર 1998માં એક ફિલ્મ બની હતી, જેમાં ઓપરા વિનફ્રેએ અભિનય કર્યો હતો. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....