ઝી બ્યૂરો, અમદાવાદઃ ફિલ્મ Nomadland માટે હોલીવુડ અભિનેત્રી Frances McDormandને બેસ્ટ અભિનેત્રીનો અવોર્ડ આપવામાં આવ્યો છે. Frances McDormandએ ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો. જેને દેશ-વિદેશના દર્શકો અને ફિલ્મ આલોચકો તરફથી પ્રશંસા મળી. તે સિવાય Nomadlandને બેસ્ટ પિક્ચરનો અવોર્ડ આપવામાં આવ્યો. આખરે આ ફિલ્મની કહાની શું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ચીની-અમેરિકન ડાયરેક્ટર Chloe Zhaoએ ઓસ્કર્સ 2021માં ઈતિહાસ રચી દીધો છે. તેમની ફિલ્મ Nomadlandને 93મા અકેડેમી અવોર્ડમાં ત્રણ કેટેગરી- બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ અભિનેત્રી અને બેસ્ટ પિક્ચરનો અવોર્ડ મળ્યો છે. Kathryn Bigelow પછી Chloe Zhao ઓસ્કર્સના ઈતિહાસમાં બીજા મહિલા છે. જેમણે બેસ્ટ ડાયરેક્ટરની કેટેગરીમાં અવોર્ડ જીત્યો છે. સાથે જ તે પહેલા એશિયાઈ મહિલા છે, જેમણે બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ જીત્યો છે.


First Oscar: એક કૂતરાને મળવાનો હતો Best Actor તરીકેનો પહેલો Oscar Award, જાણો પહેલાં ઓસ્કરની રસપ્રદ કહાની


ફિલ્મ Nomadland માટે હોલીવુડ અભિનેત્રી Frances McDormandને બેસ્ટ અભિનેત્રીનો અવોર્ડ આપવામાં આવ્યો છે. Frances McDormandએ ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો હતો. જેને દેશ-વિદેશના દર્શકો અને ફિલ્મ આલોચકોની પ્રશંસા મળી. તે ઉપરાંત Nomadland ને બેસ્ટ પિક્ચરનો અવોર્ડ આપવામાં આવ્યો છે. આખરે આ ફિલ્મની કહાની શું છે?, આવો જાણીએ.


શું છે ફિલ્મ Nomadland ની કહાની:
ફિલ્મ Nomadland લેખિકા Jessice Bruderની પુસ્તક Nomadland: Surviving America In The Twenty-First Century પર આધારિત છે. ફિલ્મની કહાની ફર્ન નામની એક મહિલા વિશે છે. જેના હોમટાઉનમાં Great Recession એટલે આર્થિક તંગીના કારણે લોકોને પોતાનું ઘર છોડવું પડે છે.


61 વર્ષની વિધવા ફર્ન (Frances McDormand) પોતાના પતિના મૃત્યુ અને ઘર છીનવાઈ ગયા પછી પોતાની વેનમાં રહેવાનું શરૂ કરે છે. અને નેવાડાના અમેઝન વેરહાઉસમાં કામ કરવા લાગે છે. ફર્ન પશ્વિમ અમેરિકાના અનેક વિસ્તારોમાં ફરે છે અને એક મોડર્ન બંજારણની જેમ પોતાની જિંદગી પસાર કરે છે. તે પોતાની આ નવી રિયાલિટીની સાથે જીવતા શીખી રહી છે. જે દરમિયાન તેની મુલાકાત અન્ય બંજારણ એટલે Nomads સાથે થાય છે. આ એક સર્વાઈવલની કહાની છે. જેમાં ફર્ન રોડ પર પોતાની જિંદગી પસાર કરે છે. અનેક અલગ-અલગ નોકરીઓ કરે છે. નવા મિત્ર બનાવે છે. પોતાના ભૂતકાળનો સામનો કરે છે અને પોતાના જિંદગીના નવા નોર્મલમાં ભળવાનો પ્રયાસ કરે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube