Coronavirus News: કોરોના વાયરસે છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયાને હચમચાવી નાખી છે. લાખો લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે.  ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં આ વાયરસ પહોંચ્યો નહીં હોય. જો કે એક દેશ એવો પણ હતો જ્યાં હજું સુધી કોરોના વાયરસની એન્ટ્રી થઈ હોય તેવા સમાચાર નહતા. પરંતુ હવે આટલા સમય બાદ આ દેશમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. દેશમાં એવો તે હાહાકાર મચી ગયો છે કે વાયરસનો એક કેસ દેખાતા જ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર કોરિયાએ પહેલીવાર અધિકૃત રીતે કોવિડના પ્રકોપની પુષ્ટિ કરી છે અને પહેલીવાર દેશમાં કોરોનાનો દર્દી મળ્યાનો દાવો પણ કર્યો છે. આટલા સમય પછી કોરોનાનો કેસ નોંધાતા તાનાશાહ કિમ જોંગ ઉનના શ્વાસ અદ્ધર થઈ ગયા છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે સમગ્ર ઉત્તર કોરિયામાં લોકડાઉનની જાહેરાત કરી છે. સ્ટેટ મીડિયાના જણાવ્યા મુજબ ઉ.કોરિયામાં ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાયો છે. દેશની અધિકૃત ન્યૂઝ એજન્સી KCNAના રિપોર્ટ મુજબ દેશના ઈમરજન્સી રિસ્પોરન્સ ફ્રન્ડનું કહેવું છે કે દેશમાં આ સૌથી મોટી કટોકટીની ઘટના છે. લોકોને બચાવવા માટે મોટા નિર્ણય લેવાયા છે. 


KCNA એ જણાવ્યાં મુજબ ફેબ્રુઆરી 2020માં કોરોનાની શરૂઆત થયા બાદથી બે વર્ષ અને ત્રણ મહિના સુધી સુરક્ષાના આકરા પગલાં લેવાયા આમ છતાં કોરોનાએ દેશમાં પગપેસારો કરી લીધો. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્યોંગયાંગના લોકોએ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો સામનો કર્યો છે. દેશમાં હાલ કોરોના ટેસ્ટિંગ ચાલુ છે. સંક્રમિત મળી આવેલ વ્યક્તિના સેમ્પલ 8મેના રોજ લેવાયા હતા. કેસની પુષ્ટિ થયા બાદ કોરોનાને રોકવા માટે દેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કડક લોકડાઉન જાહેર કરાયું છે. 


China-Pakistan: પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ નવું ષડયંત્ર, PoK નો આ વિસ્તાર ચીનને ભેટ કરશે


Viral Video: 'મુસલમાનો અલગ દેશનું સપનું ન જુએ, પોતાના દેશ પ્રત્યે વફાદાર રહો' જાણો કોણે કહ્યું?


એક સમયે સોનાની લંકા ગણાતું શ્રીલંકા આજે એક-એક પાઈ માટે વલખા મારી રહ્યું છે, વિદેશી દેવું 51 અબજ ડોલર


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube