સિયોલ :ઉત્તર કોરિયાએ પૂર્વીય સાગર એટલે કે જાપામના સમુદ્રમાં બે પ્રોજેક્ટાઈલ મિસાઈલ ફેંકી છે. યોનહાપ સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. મિસાઈલ ઉત્તર કોરિયાના શહેર હમહુંગ શહેરમાંથી ફેંકવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ પરીક્ષણ સોમવારથી અમેરિકા-દક્ષિણ કોરિયાની વચ્ચે શરૂ થયેલ સૈન્ય અભ્યાસની વિરુદ્ધ તાકાત બતાવવા માટે કરવામાં આવ્યું છે.


સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર કોરિયાએ ચેતવણી આપી હતી કે, આ યુદ્ધ અભ્યાસોથી વોશિંગટન અને પ્યોંગયાંગની વચ્ચે પરમાણુ નિરસ્ત્રીકરણની વાતને ફાઈનલ કરવાની યોજના પ્રભાવિત થઈ શકે છે. તો જાપાનના રક્ષા મંત્રીએ પ્યોંગયાંગને આ નિર્ણયને આપત્તિજનક ગણાવ્યો છે.


દક્ષિણ કોરિયાની સીમા પર આવેલ ડીએમજીમાં કિમ જોંગ ઉનની ગયા મહિને ટ્રમ્પ સાથે મુલાકાત થયા બાદ આ પહેલુ મિસાઈલ પરીક્ષણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, તેમને ઉત્તર કિરોયના નેતા કિમ જોંગ ઉન પાસેથી એક બહુ જ સુંદર પત્ર મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તેમની સાથે એક બેઠક કરી શકે છે. તેના બાદ ઉત્તર કોરિયાએ આ મિસાઈલ ફેંકી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



ગત સપ્તાહમાં પણ ઉત્તર કોરિયાએ બે શોર્ટ રેન્જવાળી મિસાઈલ સમુદ્રમાં ફેંકી હતી. દક્ષિણ કોરિયાઈ સેનાએ કહ્યું કે, આ ઓછા અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે. સમાચાર એજન્સી યોનહાપના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ (જેસીએસ)ના હવાલાથી કહ્યું કે, પરીક્ષણ સવારે 5.24 કલાકે અને 5.36 કલાકે ઉત્તર કોરિયાના દક્ષિણી હવાંગ્હાઈ વિસ્તારના ક્વૈલ શહેરમાંથી કરવામાં આવ્યું હતું.


જેસીએસના અનુસાર, મિસાઈલની ઉંચાઈ 37 કિલોમીટર અને ગતિ અંદાજે 6.9 મૈકની રહી હતી. જેસીએસએ એમ પણ કહ્યું કે, દક્ષિણ કોરિયા અને અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું માનવુ છે કે, આ ઓછા અંતરની મિસાઈલ ઉત્તર કોરિયા દ્વારા 25 જુલાઈના રોજ પ્રોજેક્ટ કરાયેલી મિસાઈલનો સામાન છે. 


ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે પરીક્ષણ બાદ ચેતવણી આપતા કહ્યું કે, તેઓ નવો રસ્તો અપનાવી શકે છે. ઉત્તર કોરિયાનું કહેવુ છે કે, આ યુદ્ધાભ્યાસ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન જેની સાથે થયેલ સમજદારી કરારનું ઉલ્લંઘન છે.