વોશિંગ્ટન : આશરે સાત વર્ષો સુધી નોર્થ કોરિયાએ પોતાનાં પરમાણુ કાર્યક્રમના મુદ્દે આક્રમક રણનીતિક અપનાવી રાખી. ક્યારેક અંડરગ્રાઉન્ડ બ્લાસ્ટ કર્યા તો ક્યારેક હવામાં પણ મિસાઇલો ફાયર કરી. સંદેશ સ્પષ્ટ હતો કે નોર્થ કોરિયા પોતાનું શક્તિ પ્રદર્શન કરવા ઉપરાંત સતત પરમાણુ શસ્ત્રગાર પણ વધારી રહ્યું છે. વિશ્વમાં ઘણીવાર નોર્થ કોરિયાનાં પગલાથી ખલબલી મચી જતી હતી. જો કે હાલનાં અને પૂર્વ અમેરિકી ગુપ્તચર અધિકારીઓનાં અનુસાર નોર્થ કોરિયાએ હવે પોતાનો એપ્રોલ બદલ્યો છે અને આ બધુ જ શક્ય બન્યું ત્રણ મહિના પહેલા સિંગાપુરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલી બેઠક બાદ . ન્યૂયોર્ક ટાઇમ્સમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસપ્રદ બાબત છે કે જાહેર પટલ પર જે માહિતી છે તેના અનુસાર નોર્થ કોરિયા હાલ પણ પોતાનું ન્યૂક્લિયર ફ્યૂલ બનાવી રહ્યું છે અને હથિયારો વધારી રહ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે જે રીતે ઇઝરાયલ પાકિસ્તાન અને ભારત પાસેથી ઘણુ શિખ્યું છે. હા તે હવે કાર્યક્રમ મુદ્દે શાંત રહેવા લાગ્યું છે. હાલમાં જાહેર રીતે પરમાણુ હથિયારોનું શક્તિપ્રદર્શન નહી કરે અને ન તો સંકટ પેદા કરવાના પ્રયાસ કરશે. એવામાં ટ્રમ્પને માનવું પડ્યું કે નિરસ્ત્રીકરણનો પ્રયાસ પાટા પર છે. 

કિમની આ જ રણનીતિનું પરિણામ છે કે હાલમાં જ ટ્રમ્પે તેઓ માટે સારા શબ્દોનો ઉપયોગ કર્યો. મંગળવારે દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન પ્યોંગયાંગમાં નોર્થ કોરિયાનાં લીડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત યોજશે. આ તેમની વચ્ચે યોજાનારી ત્રીજી મીટિંગ હશે. 

કિમનો પ્લાન શું છે
પાકિસ્તાને 1998માં પરમાણુ પરિક્ષણ કર્યું પરંતુ તે અગાઉ તે અમેરિકાની સંપુર્ણ શરણાગતિ સ્વિકારી ચુક્યું હતું. અને તેના પગલે તેણે અનેક દેશો સાથે સંબંધો અને વ્યાપાર પણ વધારી દીધો હતો. ત્યાર બાદ 1998માં પરમાણું વિસ્ફોટ કર્યો પરંતુ ત્યારે અનેક દેશો સાથે સંબંધો અને વ્યાપારનાં દબાણના કારણે અમેરિકા પાકિસ્તાનને કંઇ જ કહી શક્યું નહોતું. હાલ પણ પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર મોટા પ્રમાણમાં છે પરંતુ હવે તે પણ શાંત છે અને તે મુદ્દે અમેરિકા પણ વાત કરવાનું ટાળે છે. કિમ જોંગ પણ આ જ રણનીતિ પર કામ કરી રહ્યા છે.