North Korea: `શાળાઓમાં જઈને સુંદર છોકરીઓ શોધે, દર વર્ષે 25 છોકરીઓની થાય પસંદગી અને`...તાનાશાહ વિશે ચોંકાવનારો દાવો
ઉત્તર કોરિયાના ચર્ચિત યુટ્યુબરે તાનાશાહ કિમ જોંગ ઉનના જીવન વિશે અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. તેમનું કહેવું છે કે કોરિયામાં સ્થિતિ એટલી ગંભીર છે કે માતા પિતા પણ પોતાની પુત્રીઓને કિમ જોંગ ઉન પાસે મોકલી દે છે જેથી કરીને કમ સે કમ તે ભૂખથી તો નહીં મરે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન દર વર્ષે 25 કુંવારી છોકરીઓની પસંદગી કરે છે. આ છોકરીઓને પસંદ કરીને તેમને પોતાની પ્લેઝર સ્ક્વોડનો ભાગ બનાવે છે અને પોતાના મહેલમાં રાખીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે. ધ ડેઈલી સ્ટારના રિપોર્ટમાં 30 વર્ષની કોરિયન યુટ્યુબર અને લેખિકા ઓનમી પાર્કે દાવો કર્યો છે કે છોકરીઓને પસંદ કરવામાં તેમની સુંદરતાની સાથે સાથે રાજનીતિક વફાદારીને પણ પરખવામાં આવે છે. પાર્કનો દાવો છે કે પ્લેઝર સ્ક્વોડમાં સામેલ કરવા માટે તેની પણ બેવાર શોધ થઈ હતી પરંતુ કૌટુંબિક સ્થિતિના કારણે તેની પસંદગી થઈ નહતી. ઓનમી 2007માં 13 વર્ષની ઉંમરે ઉત્તર કોરિયાથી ભાગી ગઈ હતી. ત્યારબાદ તે દક્ષિણ કોરિયા અને પછી અમેરિકા જતી રહી.
પાર્કનું કહેવું છે કે છોકરીઓને પસંદ કરવાનું કામ મોટા પાયે ચાલે છે. કિમ જોંગ ઉનના લોકો આ માટે શાળાઓમાં જઈને સુંદર છોકરીઓ શોધે છે. એકવાર જ્યારે તેમને સુંદર છોકરીઓ મળી જાય ત્યારે તેમની કૌટુંબિક અને રાજનીતિક સ્થિતિની તપાસ કરવામાં આવે છે. તે તમામ છોકરીઓના નામ હટાવી દેવામાં આવે છે જેમના પરિવારના સભ્ય ઉત્તર કોરિયાથી ભાગી ગયા છે. અથવા તો જેમના સંબંધી દક્ષિણ કોરિયા અને બીજા દેશોમાં છે.
(ઓનમી પાર્ક)
વર્જિન હોવાની તપાસ
રિપોર્ટ મુજબ છોકરીઓની કૌટુંબિક સ્થિતિને પરખ્યા બાદ આગામી પગલું તેમનું મેડિકલ પરીક્ષણ હોય છે. મેડિકલ તપાસનો હેતુ એ જોવાનું હોય છે કે છોકરી વર્જિન છે કે નહીં. ત્યારબાદ કેટલીક વધુ મેડિકલ તપાસમાંથી છોકરીઓએ પસાર થવાનું હોય છે. કોઈ છોકરીના શરીર પર કોઈ નાનું અમથું પણ નિશાન હોય તો તે અયોગ્યતાનું કારણ બની શકે છે. તમામ તપાસ બાદ જે છોકરીઓની પસંદગી થાય છે તેમને રાજધાની પ્યોંગયાંગ મોકલવામાં આવે છે. છોકરીઓ જ્યારે પ્લેઝર સ્ક્વોડનો ભાગ બની જાય તો તેમનું કામ ફક્ત અને ફક્ત શારીરિક સુખ આપવાનું હોય છે.
પિતા માનતા હતા આવું
પાર્કે કહ્યું કે કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલનું માનવું હતું કે સગીર છોકરીઓ સાથે શારીરિક સંબંધ તેમને અમર કરી શકે છે. કિમ જોંગ ઈલે તેના માટે 1980ના દાયકામાં કેટલીક સુંદર છોકરીઓને પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. 2011માં 70 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું અને તેમના પુત્ર કિમ જોંગ ઉનના હાથમાં સત્તા આવી. કિમ જોંગ ઉન પણ એ જ રસ્તે ચાલી રહ્યા છે.
( ઓનમી પાર્ક)
પ્લેઝર સ્ક્વોડમાં પણ ત્રણ ભાગ
પાર્કનું કહેવું છે કે આ સ્ક્વોડમાં પણ ત્રણ અલગ અલગ વિભાગ હોય છે. કેટલીક છોકરીઓને માલિશ માટે ટ્રેનિંગ અપાય છે. એક વર્ઘ કિમ અને તેના નીકટના લોકોના મનોરંજન માટે ગીત અને ડાન્સમાં એક્સપર્ટ હોય છે. ત્રીજો સમૂહ શારીરિક ગતિવિધિઓ માટે હોય છે. જેમાં સામેલ છોકરીઓ સાથે કિમ શારીરિક સંબંધ બનાવે છે. સૌથી સુંદર છોકરીઓને કિમ પાસે મોકલવામાં આવે છે. ઓછી સુંદર છોકરીઓને જનરલો અને અન્ય રાજનેતાઓ પાસે મોકલવામાં આવે છે.
ઓનમી પાર્કનું કહેવું છે કે આ સ્ક્વોડની મહિલાઓ જ્યારે 25 વર્ષની ઉંમર ક્રોસ કરે ત્યારબાદ તેમને રિટાયર કરી દેવાય છે. સામાન્ય રીતે તેમના લગ્ન કિમના અંગરક્ષકો સાથે કરી દેવાય છે. પ્લેઝર સ્ક્વોડની મહિલાઓને સુરક્ષા સેવાઓના સભ્ય સાથે લગ્ન કરવાનો વિશેષાધિકાર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube