સિયોલ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત બાદ અચાનક જ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના ઈરાદામાં ફરીથી બદલાવ જોવા મળતા દુનિયામાં ચકચાર મચી છે. ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ કિમ જોંગે હથિયારોના પરિક્ષણ પર રોક લગાવી હતી. પરંતુ પુતિન સાથે સફળ વાતચીત બાદ અચાનક જ ઉત્તર કોરિયાએ ઘાતક હથિયારોનું પરિક્ષણ ફરીથી શરૂ કરી દેતા ખળભળાટ શરૂ થઈ ગયો છે. ઉત્તર કોરિયાએ કિમ જોંગ ઉનની નિગરાણીમાં લાંબા અંતરવાળી અનેક રોકેટ લોન્ચર્સ અને વ્યુહાત્મક હથિયારોનું પરિક્ષણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે આ અભ્યાસ શનિવારે કરાયો. ઉત્તર કોરિયાએ પ્રક્ષેપાસ્ત્રોનું પણ પરિક્ષણ કર્યું કે જે એક વર્ષથી વધુ સમયમાં પ્યોંગયોંગ દ્વારા પ્રક્ષેપિત પહેલી ઓછા અંતરવાળી મિસાઈલ બની શકે છે. પ્યોંગયોંગની આ કાર્યવાહીથી પ્રતિત થાય છે કે તે પેન્ડિંગ પડેલી પરમાણુ વાર્તાને લઈને વોશિંગ્ટન પર દબાણ સર્જવા માંગે છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...