વોશિંગ્ટન : આજે ઉત્તર કોરિયાએ પોતાની સ્થાપનાનાં 70મી વર્ષગાંઠ નિમિત્તે સૈન્ય પરેડ યોજી હતી. જો કે આ પરેડમાં રસપ્રદ બાબત રહી કે હંમેશા પોતાની શક્તિનું પ્રદર્શન કરનાર કોરિયાએ આ ખાસ દિવસે અંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઇલનું પ્રદર્શન ટાળ્યું હતું. આ મિસાઇલનું પ્રદર્શન કરવામાં આવ્યું નહોતું. આ મિસાઇલો અમેરિકાના મુખ્ય ભુભાગ સુધી માર કરવા સક્ષમ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્યોંગયાંગની મધ્યે કિંમ જોંગ ઉનની સમક્ષ જવાનો, તોપો અને ટેંકોનું પ્રદર્શન કર્યું પરંતુ કોઇ પ્રકારનાં પરમાણુ હથિયાર સાથે શક્તિપ્રદર્શન નહોતું કર્યું. આ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે, નિષ્ણાંતોનું માનવું છે કે ઉત્તરી કોરિયાએ આ સ્ટંટ માત્ર ટ્રમ્પને દેખાડવા માટે કર્યો. ટ્રમ્પનું માનવું છે કે તેનાં કારણે વિશ્વમાં ઘણો સકારાત્મક સંદેશ જશે. 

ટ્રમ્પે પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, ઉત્તરી કોરિયાએ આજે પોતાનો 70મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ પ્રસંગે યોજાયેલી પરેડમાં તેણે પરમાણુ મિસાઇલનું પ્રદર્શન નહોતું કર્યું. વિષય હતો શાંતિ અને આર્થિક વિકાસનો. 

અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ ઉનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ઉથ્તર કોરિયાની તરફથી આ ઘણો સકારાત્મક સંદેશ છે. આભાર ચેરમેન કિમ.આપણે તમામને ખોટા સાબિત કરીશું. બે લોકો જે એક બીજાને ખુબ જ પસંદ કરે છે અને તેમની વચ્ચે થયેલી સકારાત્મક વાતચીતથી સારુ કંઇ નથી. મારા કાર્યકાળની સ્થિતીની તુલનાએ આ ઘણો સારો સમય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ઉત્તર કોરિયા દરેક વખતે પોતાનાં સ્થાપના દિવસ પ્રસંગે પરમાણુ હથિયારો સાથે પોતાનું શક્તિ પ્રદર્શન કરતું આવ્યું છે. ચીની મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિમ આજે કહ્યું કે, ઉત્તર કોરિયા આજે સિંગાપુરમાં થયેલ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની બેઠકનું સન્માન કરે છે અને એટલા માટે આ પ્રકારનું પગલું ઉઠાવી રહી છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે અમેરિકા પણ અમારી મદદ કરશે. મહાદ્વીપમાં રાજનૈતિક સુધારાની પ્રક્રિયાને સંયુક્ત રીતે આગળ વધારશે.