Birthday પાર્ટીમાં PM એ 3 લોકોને વધારે બોલાવ્યા, કોરોનાનો નિયમ તોડતાં ફટકાર્યો દંડ
પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગએ ગત મહિને પોતાના 60મા જન્મદિવસના અવસર પર પરિવારના 13 સભ્યો સાથે પાર્ટી કરી હતી, જ્યારે કોરોના (Coronavirus) ને જોતાં ફક્ત 10 લોકોની પરવાનગી હતી.
ઓસ્લા: કોરોના (Coronavirus) મહામારીની સારવાર માટે લાગૂ કરવામાં આવેલા નિયમો તોડતાં નોર્વેની પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગ (Erna Solberg) ને દંડ ભરવો પડ્યો છે. પોલીસનું કહેવું છે કે પ્રધાનમંત્રીએ COVID ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતાં બર્થડે પાર્ટી (Birthday Party) આયોજિત કરવામાં આવી હતી. નોર્વે સંક્રમણના વધતા જતા કેસને લઇને વહિવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે. નિયમ તોડનારાના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 1,01,960 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
Social Distancing નું પાલન નહી
પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગએ ગત મહિને પોતાના 60મા જન્મદિવસના અવસર પર પરિવારના 13 સભ્યો સાથે પાર્ટી કરી હતી, જ્યારે કોરોના (Coronavirus) ને જોતાં ફક્ત 10 લોકોની પરવાનગી હતી. આરોપ છે કે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટેંસિંગ (Social Distancing) નું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. એટલા માટે પોલીસે પીએમ પર 20 હજાર એટલે કે લગભગ 1,75,648 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો.
RSS પ્રમુખ મોહન ભાગવત થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી
PM Solberg એ માંગી હતી માફી
PM એ એક માઉન્ટેન રિસોર્ટમાં પાર્ટી આયોજિત કરવા માટે માફી પણ માંગી હતી. સામાન્ય રીતે પોલીસ આવા કેસમાં દંડ ફટકારતી નથી, પર6તુ જોકે સરકારના મુખિયા તરફથી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, એટલા માટે દંડ ફટકારવામાં આવ્યો, જેથી લોકોને સંદેશ આપી શકાય કે નિયમ તોડવા પર બધા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
‘Rules બધા માટે સરખા છે'
પોલીસનું કહેવું છે કે કાયદો બધા માટે બરાબર છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર દરેક વ્યક્તિની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જોકે જે રિસોર્ટમાં પીએમએ પાર્ટી આયોજિત કરી હતી, તેના પર પણ નિયમ તોડવાનો આરોપ છે, પરંતુ પોલીસે તેના પર કોઇ દંડ લગાવ્યો નથી. તો બીજી તરફ પ્રધાનમંત્રી કાર્યાલયે આ સંબંધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગ વાયરસની સારવાર માટે કડક ઉપાયોની ભલામણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube