બ્રિટનને નવા રાજા મળશે... કિંગ ચાર્લ્સને કેન્સર થયું ત્યારે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ચર્ચામાં આવી, શું સાચી પડશે?
Nostradamus King Charles Prediction: બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સને કેન્સર થઈ ગયું છે. બીમારીને લઈને તેમની સારવાર ચાલી રહી છે. કિંગ ચાર્લ્સના બીમાર થયા બાદ હવે એક ભવિષ્યવાણી ચર્ચામાં આવી ગઈ છે. આ ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે કરી છે, જે પ્રમાણે કિંગ ચાર્લ્સની જગ્યાએ એક નવા રાજા આવશે.
લંડનઃ બ્રિટનનારાજા કિંગ ચાર્લ્સને કેન્સર થઈ ગયું છે. 75 વર્ષના રાજાએ પોતાને કેન્સર હોવાની વાત જાહેર કરી છે. બકિંઘમ પેલેસે સોમવારે સાંજે જાહેરાત કરી કે મહારાજમાં કેન્સરના એક રૂપની ઓળખ થઈ છે, ત્યારબાદ તેમણે સારવાર લેવાની શરૂ કરી દીધી છે. આ દરમિયાન તેમણે પોતાના જાહેર કર્તવ્યોને સ્થગિત કરી દીધા છે. પરંતુ જલ્દી તેમના જનતાની વચ્ચે આવવાની આશા કરવામાં આવી રહી છે. આ વચ્ચે એકવાર ફરી 16મી સદીના ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ચર્ચામાં આવી ગઈ છે. યુકેના મેટ્રોના રિપોર્ટ પ્રમાણે તેમાં શાહી ઉથલ-પાથલનો ઉલ્લેખ છે.
રિપોર્ટમાં નાસ્ત્રેદમસે પોતાની એક ભવિષ્યમાં કહ્યું હતું કે રાજાને પદ છોડવું પડે છે અને પ્રિન્સ હેરી સંભવિત રૂપથી સિંહાસન સંભાળશે. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓને કવિતાની જેમ લખતા હતા, તેને ડિકોડ કરવામાં આવે છે. પોતાની ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસે લખ્યુ- 'દ્વીપો કે રાજા કો બલપૂર્વક નિકાલા જાએગા ઔર ઉસકી જગહ એક બિના ચિન્હ વાલા રાજા બૈઠેગા.' નાસ્ત્રેદમસઃ ધ કમ્લીટ પ્રોફેસીઝ ફોર ધ ફ્યૂચર પુસ્તક લખનાર બ્રિટિશ લેખક મારિયો રીડિંગે તેનું વિશ્લેષણ કર્યું છે. તેમણે કહ્યું કે એક એવો વ્યક્તિ રાજા બની શકે છે, જેની આશા નથી.
આ પણ વાંચોઃ સાચવજો! અમેરિકામાં 23 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ
પહેલા પણ સાચી પડી છે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
ફ્રાન્સના ભવિષ્યવેત્તાએ બ્રિટિશ શાહી પરિવાર વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ હોવાના અહેવાલ છે. આમાં 2022માં મહારાણી એલિઝાબેથનું મૃત્યુ પણ સામેલ છે. રીડિંગ્સના પુસ્તક મુજબ, નોસ્ટ્રાડેમસે આગાહી કરી હતી કે રાણી એલિઝાબેથ 2022 માં આશરે 96 વર્ષની વયે મૃત્યુ પામશે. આ વચ્ચે કિંગ ચાર્લ્સ ત્રીજાનો નાનો પુત્ર હેરી મંગળવારે લંડન પહોંચ્યો હતો. તે શાહી પરિવારથી અલગ થઈ ચુક્યો છે. પોતાની અભિનેત્રી પત્ની મેઘન સાથે તે અમેરિકામાં રહે છે.