વર્ષ 2024ના 3 મહિના વીતી ગયા અને ચોથો મહિનો ચાલુ છે. દર વર્ષે નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ફ્રાન્સના ભવિષ્યવક્તા એવા માઈકલ દિ નોસ્ત્રાદેમસને 'કયામતના ભવિષ્યવક્તા' તરીકે પણ ઓળખવામાં આવે છે. 1555માં તેમણે લેસ પ્રોફેટિઝ  (The Prophecies) નામની એક કૃતિ લખી હતી. વર્ષ 2024 માટે પણ તેમણે કેટલીક અશુભ ભવિષ્યવાણીઓ પણ કરેલી છે.  તેમણે લખેલી બાબતોમાં અસ્પષ્ટતા છતાં નાસ્ત્રાદેમસને હિટલના ઉદય, જેએફકેની હત્યા, 9/11 તથા કોવિડ 19 મહામારી જેવી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓની ભવિષ્યવાણી કરવાનો શ્રેય આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2024 માટેની ભવિષ્યવાણીઓ


સમુદ્રમાં ચીનનો આતંક
'લાલ શત્રુ ભય સે પીલા હો જાયેગા, મહાન મહાસાગરમે ડર હોગા' નાસ્ત્રેદેમસની આ ભવિષ્યવાણી નેવેલ વોરની વાત કરે છે. તેનો અર્થ એ છે કે લાલ શત્રુ એટલે કે ચીન મહાસાગર ઈન્ડિયન ઓશનમાં ઉત્પાત મચાવશે. જેને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી પ્રતિસ્પર્ધાને એક શીત યુદ્ધના જોખમમાં ફેરવાઈ જવા સાથે જોડવામાં આવી રહ્યું છે. 


જળવાયુ પરિવર્તનથી તબાહી
નાસ્ત્રેદેમસનું કહેવું છે કે ધરતી વધુ ગરમ થશે, ચારે બાજુ પાણી જ પાણી હશે. અહીં તેમણે જળવાયુ પરિવર્તનની વાત કરી છે. તેમના જણાવ્યાં મુજબ ધરતી હજુ વધુ સૂકાશે અને તબાહી સ્વરૂપે પૂર આવશે. 


અમેરિકામાં ગૃહ યુદ્ધ
અમેરિકામાં આવનારું વર્ષ 2024માં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આવામાં નાસ્ત્રાદેમસના જણાવ્યાં મુજબ અમેરિકામાં ગૃહયુદ્ધ છેડાઈ શકે છે. ચૂંટણીમાં અસ્થિરતા પેદા થઈ શકે છે. અમેરિકા અંગે નાસ્ત્રેદેમસની આ ભવિષ્યવાણી ડરામણી ગણવામાં આવી રહી છે. 


ભારત માટે કહી આ વાત
નાસ્ત્રાદેમસે 2024ને લઈને ભારત માટે જે કહ્યુ છે તે વિચારવા જેવું છે. ભારતમાં એક એવી શોધ થવાની છે જેમાં મનુષ્ય આવનારા સમયમાં ઘટનારી ઘટનાઓ અંગે પહેલેથી જ જાણી લેશે. 


એવી પણ ભવિષ્યવાણી છે કે ભારતમાં રહસ્યમયી લોકોનું આગમન થશે. ભવિષ્યવાણીના દાવા મુજબ હિમાલયમાં તપસ્યા કરી રહેલા એવા સંતોનું આગમન થશે જે ચમત્કારીક અને રહસ્યમયી હશે જે હજારો વર્ષથી જીવિત હશે. 2024માં ભારત અંતરિક્ષમાં પણ પોતાની એક વિશેષ સત્તા કાયમ કરશે. 


નાસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓ એક્સ્ટ્રીમ વેધર અને વૈશ્વિક ભૂખનો પણ સંકેત આપે છે. તેમના લેખનમાં પોપ પદમાં ફેરફારનું પણ કહેવાયું છે. જેમાં એક વૃદ્ધ પોપનું મૃત્યુ અને એક નવા રોમન પોન્ટિફની ચૂંટણીની ભવિષ્યવાણી કરાઈ છે. આ સંભવિત રીતે પોપ ફ્રાન્સિસના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દા સાથે જોડાયેલું છે. નાસ્ત્રેદેમસની સટીકતા પર વિચાર કરવામાં આવે તો તેમની 2023ની કથિત ભવિષ્યવાણીઓમાંથી એક યુક્રેન યુદ્ધ અને ઘઉની વધતી કિંમતો સંબંધિત છે. જો કે ગત વર્ષોમાં અનેક ગંભીર ભવિષ્યવાણીઓ સાચી પડી હોય એવું પણ નથી. આવામાં જરૂરી નથી કે તેમની લખેલી દરેક ભવિષ્યવાણી સટિક જ સાબિત થાય. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube