Nostradamus Predictions 2024: વર્ષ 2023 પૂરું થવાની તૈયારીમાં છે અને લોકો નવા વર્ષ 2024ને આવકારમાં લાગી ગયા છે. ત્યારે જેની સૌથી વધુ વાટ જોવાતી હોય છે તે ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ હોય છે. આવા જ એક ફ્રાન્સના જાણીતા ભવિષ્યવક્તા માઈકલ દિ નાસ્ત્રેદેમસ છે જેમની ભવિષ્યવાણીઓ દર વર્ષે તેમના પુસ્તક લેસ પ્રોફિટિઝથી બહાર કાઢીને જાહેર કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસ્ત્રેદેમસે અત્યાર સુધીમાં જે પણ ભવિષ્યવાણીઓ કરી છે તેમાંથી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે જેમાં મહારાણી એલિઝાબેથનું મૃત્યુ પણ સામેલ છે. જેમાંથી કેટલીક ભવિષ્યવાણીઓ તો ખુબ ડરામણી હતી. વર્ષ 2024 વિશે પણ નાસ્ત્રેદેમસે અનેક ભવિષ્યવાણીઓ કરી છે જે ચિંતાજનક હોવાનું કહેવાઈ રહ્યું છે. ભારત વિશે પણ શું કહેવાયું છે તે ખાસ જાણો. 


અમેરિકામાં છેડાશે ગૃહ યુદ્ધ
અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી આવશે. ત્યારે આવામાં નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણી મુજબ અમેરિકામાં ગૃહયુદ્ધ છેડાઈ શકે છે. ચૂંટણીમાં અસ્થિરતા પેદા થઈ શકે છે. અમેરિકા વિશે આ ભવિષ્યવાણી ડરામણી ગણાવાઈ રહી છે. 


જળવાયું પરિવર્તનથી તબાહી
ભવિષ્યવાણી મુજબ ધરતી હજુ વધુ ગરમ થશે. ચારેબાજુ પાણી જ પાણી હશે. નાસ્ત્રેદેમસે જળવાયુ પરિવર્તન વિશે વાત કરી છે. તેમના જણાવ્યાં મુજબ ધરતી વધુ સૂકાશે અને તબાહી રૂપે પૂર આવશે. 


ચીનનો આતંક
'લાલ શત્રુ ભય સે પીલા હો જાયેગા, મહાન મહાસાગરમે ડર હોગા'. નાસ્ત્રેદેમસની આ ભવિષ્યવાણી નેવેલ વોર પર છે. જેનો અર્થ છે કે લાલ શત્રુ એટલે ચીન મહાસાગર ઈન્ડિયન ઓશનમાં ઉત્પાત મચાવશે. તેને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી પ્રતિસ્પર્ધાના એક શીત યુદ્ધના જોખમ સાથે જોડવામાં આવી રહ્યુ છે. 


ભારત માટે આ ભવિષ્યવાણી
નાસ્ત્રેદેમસે 2024ને લઈને કહ્યું છે કે ભારતમાં એક એવી શોધ થશે જેમાં મનુષ્ય આવનારા સમયમાં થનારી ઘટનાઓને પહેલેથી જ જાણી લેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube