નવી દિલ્હી: કોરોના મહામારી (Corona Pandemics)ના આ દૌરમાં ચીનને પોતાની વિસ્તારવાદી નીતિઓને ઝડપથી વધારી છે. મહામારીના આ દૌરમાં ચીન પોતાના ઘણા પ્રોજેક્ટમાં તેજી લાવ્યું છે. તેમાંથી એક છે હેલ્થ સિલ્ક રોડ (Health Silk Road).ચીન તેના દમ પર દુનિયાના મોટા ભાગ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માંગે છે. ભારત સહિત વૈશ્વિક શક્તિઓની સામે ન ફક્ત ચીનના હેલ્થ સિલ્ક રોડ પ્રોજેક્ટ (Health Silk Road Project)ને નિષ્ફળ કરવાનો પડકાર છે, પરંતુ ચીની સરકાર તરફથી થનાર માનવાધિકાર હનનના કેસને પણ રોકવાની જવાબદારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્નોલોજીના દમ પર દુનિયાને કબ્જાની ચીની નીતિ!
ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (Chinese Communist Party)ટેક્નોલોજીના દમ પર દુનિયાને ફતેહ કરવાનો મંસૂબો બનાવી રહી છે. ચીન પોતાની 5જી ટેક્નોલોજી (5G Technology)માં ભારે રોકાણ કરી રહી છે. તેમાં તે માનવીય મદદ અને સ્વાસ્થ્ય સેવાઓને હાર્ટટેક બનાવવા નામે 5જી ટેક્નોલોજી આધારિત મશીનો બનાવી અહી છે. તેના દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં તે આખી દુનિયામાં હેલ્થ સિલ્ક રોડ બનાવવા માંગે છે. તેનો ફાયદો ચીનને એ થશે કે તે દેશની સ્વાસ્થ્ય સેવા પુરી રીતે ચીનના હવાલે થઇ જશે. 


કોરોના મહામારીએ આપ્યો ચીનને મોકો
ચીનને કોરોના મહામારીની આડમાં આખી દુનિયાની સ્વાસ્થ્ય સેવાઓમાં પોતાની ઘૂસણખોરી કરી લીધી છે. તેનો પ્રયત્ન બીઆરઆઇ રીઝનને સંપૂર્ણ રીતે ચીનના ચંગુલમાં લાવવાનો છે. નેશનલ પીપુલ્સ કોંગ્રેસના ત્રીજા સત્રમાં રીતસર તેના પર ચર્ચા પણ થઇ ચૂકી છે. ચાઇનીઝ પીપુલ્સ પોલિટિકલ કંસલ્ટેટિવ કોન્ફ્રેંસ (Chinese People's Political Consultative Conference)મે 2020માં થઇ હતી. આ કોંફ્રેંસમાં ચીની મેડિકલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ, મેડિકલ ઇક્વિપેંટ, ડેટા સેન્ટર્સના સત્તાવાર ઉપયોગ પર ચર્ચા થઇ જેથી ચીન તે દેશના હેલ્થ સેક્ટરને મુઠ્ઠીમાં કરી શકે. 


મહામારીનો સામનો કરવાની રીતનો જોરદાર પ્રચાર
નેશનલ પીપુલ્સ કોંગ્રેસમાં પ્રીપિયર લી કેકિયાંગે ચીની સ્વાસ્થ્ય સેવાઓને 5જી ટેક્નોલોજીથી સજ્જ  કરવા પર ભાર મુક્યો. તેના માટે ચીન સરકાર 1.4 ટ્રિલિયન ડોલરના ભારે ભરકમ રોકાણ કરી રહી છે. કોરોના મહામારી દરમિયાન ચીની સરકારનો ભાર મહામારીથી બચવામાં ચીન સરકારની સફળતાઓ બતાવવા પર રહ્યું. તેના માટે પુરી પ્રોપેગેંડા મશીનરી (Propaganda Machinery)કામ પર લાગી હતી. 


હેલ્થ સિલ્ક રોડ પર ત્રણ વર્ષથી ચાલે રહ્યું છે કામ
ચીન સરકાર હેલ્થ રોડ પર વર્ષ 2017થી જ કામ કરી રહી છે અને તે આ વર્ષે ડબ્લ્યૂએચઓ (WHO)ની સાથે એમઓયૂ (MoU)પણ સાઇન કર્યા હતા. તે દરમિયાન બીજિંગ (Beijing)માં બેલ્ટ એન્ડ રોડ ફોરમ (Belt And Road Forum) પર હેલ્થ કો-ઓપરેશનને લઇને ચર્ચા પણ થઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube