ચેંગડૂ: સિંગલ લોકો ઘણીવાર પોતાના માટે ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડની શોધમાં હોય છે અને આવા લોકો માટે માર્કેટમાં ઘણી ડેટિંગ સાઇટ્સ ઉપલબ્ધ છે. આ વેબસાઇટ્સ દ્વારા, લોકો પહેલા એકબીજાની નજીક આવે છે અને પછી પ્રેમના માર્ગ પર આગળ વધે છે. ઘણા યુગલો પાછળથી લગ્ન સુધીની સફર પણ કરે છે. પરંતુ તમારા માટે પરફેક્ટ ડેટિંગ પાર્ટનર શોધવો એ સરળ કામ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટનર શોધવાની અનોખી રીત
ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ચીનમાં સિચુઆન પ્રાંતના ચંગડૂ શહેરમાં આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાની અનોખી ટેકનિક શોધી નાંખી છે. અહીં એક દુકાન ખોલવામાં આવી છે જે શહેરમાં કોઈને પણ સિંગલ રહેવા દેશે નહીં. દુકાનનું નામ જ 'સિંગલ રહના બંધ કરો' (Stop Being Single) રાખવામાં આવ્યું છે અને સિંગલ લોકો માટે અહીં અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તે પોતાના માટે કોઈને કોઈ પાર્ટનર શોધી શકે.


દુકાનમાં એવી બોતલો રાખવામાં આવી છે, જેમાં પોતાના માટે પ્રેમની શોધ કરી રહેલા લોકોની પર્સનલ ડિટેલ રાખવામાં આવી છે. આ બોતલોને બ્લાઈંડ બોક્સ પણ કહેવામાં આવે છે. આ બોતલોને ખોલીને તમે લવ સીકર્સ (Love Seekers) ની પર્સનલ ડિટેલ જાણી શકો છો અને ત્યારબાદ કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારી વાત થઈ જાય છે તો તમે સિંગલ રહેશો નહીં. જોકે પાર્ટનર શોધવાની આ ટેકનિકની નિંદા પણ કરવામાં આવી રહી છે.


વકીલ અને સોશિયલ મીડિયા યૂઝર્સ આ ટેકનિકને પ્રાઈવેસીનું હનન માની રહ્યા છે. તેમનું માનવું છે કે કોઈની પણ ખાનગી જાણકારીનો ઉપયોગ કરીને તેનો દુરપ્રયોગ પણ થઈ શકે છે. દુકાન પર મળનાર આ સર્વિસ ઘણી સસ્તી પણ છે અને કસ્ટમર્સને તેના માટે માત્ર 4.7 ડોલર એટલે કે (લગભગ 350 રૂપિયા) ખર્ચ કરવાનો રહે છે.


ફીસ આપીને હાંસિલ કરો ડિટેલ
તમે કિંમત ચૂકવીને દુકાન પર રાખવામાં આવેલી બોતલોમાં પોતાની પર્સનલ જાણકારી રાખી શકો છો અને કોઈ અન્ય શખ્સ તમને ઓળખ્યા પારખ્યા વગર તેને હાંસલ કરી શકે છે. જો કોઈ શખ્સ બ્લાઈંડ બોક્સમાં મળેલી જાણકારીથી સંતૃષ્ઠ ન થાય તો તે હજુ સારા પાર્ટનર માટે વધુ કિંમત ચૂકવીને હાઈ ક્વોલિટીની ઈન્ફો હાંસિલ કરી શકે છે. આ પેકેજમાં પાર્ટનર મળવાના ચાન્સ વધી જાય છે.


જોકે શહેરમાં હજુ લોકો આ અનોખી સર્વિસથી ખુશ નથી. કેટલાક લોકો માને છે કે આ એક પ્રોડક્ટની જેમ લોકોને ખરીદવા અને વેચવાની રીત છે. વકીલોનું પણ માનવું છે કે લોકોની અંગત માહિતીનો આ રીતે દુરુપયોગ થઈ શકે છે. ખાસ કરીને તે સગીરોને આ યુક્તિનો ઉપયોગ કરવાની ચેતવણી આપી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube