અગાઉ આપણે કાશ્મીરની વાત કરતા હતા, હવે મુઝફ્ફરાબાદ બચાવવાનું સંકટ છેઃ બિલાવલ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવાનો દરેક શક્ય પ્રયાસ કર્યો છે, પરંતુ તેને નિષ્ફળતા સાંપડી છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવાનો દરેક શક્ય પ્રયાસ કર્યો છે, પરંતુ તેને નિષ્ફળતા સાંપડી છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના દેશમાં પણ વિરોધ પક્ષના નિશાન પર આવી ગયા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ ઈમરાન ખાનની કાશ્મીર નીતિને 'નિષ્ફળ' જણાવી છે.
બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું કે, "અગાઉ પાકિસ્તાનની કાશ્મીર અંગે શું પોલિસી હતી? અગાઉ પાકિસ્તાન એ વિચારતું હતું કે શ્રીનગર કેવી રીતે લઈ લઈશું. હવે નિષ્ફળ ઈમરાન ખાનના કારણે પાકિસ્તાનની પોઝીશન બદલાઈ ગઈ છે"
બિલાવલે વધુમાં જણાવ્યું કે, "આપણાં 'સિલેક્ટેડ ઈમરાન'ના કારણે, તેમની લાલચના કારણે આજે પાકિસ્તાન એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે, 'મુઝફ્ફરાબાદ (Pok)' કેવી રીતે બચાવવું? આજે પાકિસ્તાનની વિદેશ નીતિની હાલત આવી થઈ ગઈ છે."
જુઓ LIVE TV....