માલદીવ પછી હવે શ્રીલંકામાં પાકિસ્તાને આલાપ્યો `રાગ કાશ્મીર`, પરંતુ....
પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને આખી દુનિયામાં ઉઠાવી રહ્યું છે, દરેક જગ્યાએ નાલેશી મળવા છતાં પણ તેના પ્રયાસો સતત ચાલુ જ છે
નવી દિલ્હીઃ પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને આખી દુનિયામાં ઉઠાવી રહ્યું છે, દરેક જગ્યાએ નાલેશી મળવા છતાં પણ તેના પ્રયાસો સતત ચાલુ જ છે. બે દિવસ પહેલા માલદીવમાં આખી દુનિયા સામે ઈજ્જતના ધજાગરા ઉઠવા હોવા છતાં પણ હવે તેણે શ્રીલંકામાં એક અન્ય આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર રાગ આલાપ્યો છે. જોકે, અહીં પણ ભારતે આકરો વિરોધ નોંધાવ્યો છે.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં બાળ અધિકારો અંગે યુનેસેફ સાઉથ એશિયન પાર્લામેન્ટની કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા પાકિસ્તાની પ્રતિનિધિઓએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતે ભારતે ભારે વિરોધ નોંધાવ્યો છે. ભારત તરફથી કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાનના પ્રતિનિધિઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
ગોગોઈએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતની આંતરિક બાબત છે. સાથે જ ગોગોઈએ પાકિસ્તાનના પ્રતિનિધિઓને તેમના દેશમાં લઘુમતિઓ પર થઈ રહેલા અત્યાચારો અને માનવાધિકારોના ઉલ્લંઘનની યાદ અપાવી હતી.
ICJમાં પાકિસ્તાનના વકીલે કરી સ્પષ્ટ વાત, કાશ્મીર મુદ્દો કોર્ટમાં લઈ જઈ શકાય નહીં, કેમ કે....
આ અગાઉ, રવિવારે માલદીવની સંસદમાં એશિયા સ્પીકર્સ સમિટ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો ભારતે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે પાકિસ્તાનને આતંકવાદની સાથે-સાથે પીઓકે મુદ્દે પણ ઘેર્યું હતું. ભારતના રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પ્રસાદે પાકિસ્તાનના સંસદના ઉપાધ્યક્ષ કાસિમ સુરીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા અટકાવ્યા હતા.
અહો આશ્ચર્યમ! કાગડો છેલ્લા 3 વર્ષથી લઈ રહ્યો છે બદલો, વ્યક્તિનું જીવન કર્યું હરામ!
ઉલ્લેખનીય છે કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના હેતુ સાથે પાકિસ્તાન ચીનની મદદથી આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઢસડી ગયું હતું. આ બેઠકમાં પણ ચીન સિવાય તમામ કાયમી સભ્યોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને સાથે જ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, જમ્મુ-કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે અને બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. તેને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે કોઈ જ સંબંધ નથી.
ત્યાર પછી પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને અનેક દેશોના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ તેમને ક્યાંયથી પણ સમર્થન મળ્યું ન હતું. તાજેતરમાં જ યોજાયેલા G7 સંમેલનમાં પણ બધા જ દેશોએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે.
જુઓ LIVE TV....