નવી દિલ્હી: તાજેતરમાં એક ટાઈમ ટ્રાવેલરે ચેતવણી આપી છે કે રશિયા દ્વારા યુક્રેન પર યુદ્ધના થોડાક જ અઠવાડિયા બાદ અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે ટૂંક સમયમાં યુદ્ધ ફાટી નીકળશે. 10 માર્ચના રોજ 'એ ટાઇમ વોરપર' દ્વારા TikTok પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં ખતકનાક ઘટનાઓની એક ભવિષ્યવાણી કરવામાં આવી છે, જે પુરી 2022માં થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરનાક હશે 2022?
ડેલી સ્ટારમાં છપાયેલો એક રિપોર્ટ જણાવે છે કે આ ભવિષ્યવાણી અનુસાર ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે યુદ્ધ થઈ શકે છે. જોકે વીડિયોમાં વિસ્તારથી જણાવ્યું નથી કે પહેલું કદમ કોણ ઉઠાવશે, ટિકટોકરે કોમેન્ટ કરીને જણાવ્યું છે કે, અમેરિકા પર પહેલો વાર ઉત્તર કોરિયા કરશે.


આ વીડિયોમાં એક લિસ્ટ આપવામાં આવ્યું છે, તેના અનુસાર...

- 22 માર્ચે ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે યુદ્ધ.


- 19 એપ્રિલ- એક નવો કોવિડ વેરિયન્ટ આવશે, જે Omega તરીકે ઓળખાશે અને તે અત્યારસુધીના વેરિયન્ટ કરતા 5 ઘણો વધુ ખતરનાક હશે.


- 24 મે - નાસા ને 'KLET-33' નામનો એક બીજો ગ્રહ મળશે અને તેના પર જીવન હશે.


- 28 જૂન - જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિના વચ્ચે 5 સૌથી ખતરનાક તોફાનોમાંથી એક આવશે.


- 13 જુલાઇ - સૌથી પ્રખ્યાત રેપર્સમાંના એક, જેને એક કિંવદંતીના રૂપમાં ઓળખાય છે, દાવો છે કે તેણે તેના મૃત્યુની નકલ કરી હતી.


- 23 જુલાઈ - ઇતિહાસનો સૌથી મજબૂત ભૂકંપ LA, કેલિફોર્નિયામાં આવશે અને ભૂકંપ 'ધ જાયન્ટ વેવ'નું કારણ બનશે.


- 3 ઓગસ્ટ - 2 ડાઇવર્સ એટલાન્ટિક મહાસાગરમાં પાણીની અંદરના એક શહેરની શોધ કરશે.


- 17 ઑગસ્ટ - ઈન્દ્રધનુષ ફનહાઉસ તરીકે ઓળખાતી મર્યાદિત જગ્યાને ફરીથી બનાવવામાં આવશે અને 30 નવેમ્બરે તેના દરવાજા ખોલવામાં આવશે.


- 1 સપ્ટેમ્બર  - '4 વેસ્ટા' નામની ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થશે અને લગભગ ચીનના દરિયાકાંઠે અથડાશે.


- 26 સપ્ટેમ્બર - અન્ય એક મહામારીના કારણે તમામ શાળાઓ બંધ કરવામાં આવશે અને મહામારી કોવિડ કરતાં વધુ ખરાબ હશે.


- 14 ઑક્ટોબર - એલિયન્સ પૃથ્વી પર આવશે અને તેમાંથી કેટલાક આપણી સાથે વાતચીત કરશે અને તેમાંથી કેટલાક માણસો પર હુમલો કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube