તેહરાન: ઇરાનની કટોકટી સેવાઓએ સોમવારે કહ્યું કે ઇરાનના મોટાભાગના પ્રાંતોમાં આવેલા પૂરમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 90થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત કર્મીઓએ જણાવ્યું કે દક્ષિણના શહેર શિરાઝમાં જાનહાનીના આંકડાની વાત કરીએ તો અહીં 17 લોકોના મોત થયા જ્યારે 94 લોક ઘાયલ થયા છે. ત્યારે પશ્ચિમ પ્રાંત કરમનશાહના સરપોલ-એ ઝાહબ અને લોરેસ્તાનમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કેલિફોર્નિયાની મસ્જિદમાં આગ, ન્યૂઝીલેન્ડના હુમલાનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો


દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે ઇરાન તેના 31 માંથી 25 પ્રાંતમાં અભૂતપૂર્વ પૂરનો સામનો કરી રહ્યું છે.


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...