નવી દિલ્હી: પોતાની જાતને સુંદર દેખાળવા માટે લોકો શું નથી કરતા. સામાન્ય માણસની વાત તો છોડો, ખાસ લોકો એટલે કે સેલિબ્રિટીઓ પર આ બાબતમાં ખુમારી છોડતા નથી. કેટલાક લોકો યોગ અને એક્સરસાઈઝ દ્વારા પોતાને ફિટ રાખે છે. ત્યારે જે લોકો આ કરી શકતા નથી તેઓ પોતાને સુંદર દેખાળવા માટે તેમના શરીર પર સર્જરી કરાવે છે. કંઈક આવી જ વિચારસરણી ધરાવતી એક મોડલે શું શું કર્યું આવો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જીવનની પરવા નથી'
તમને જણાવી દઈએ કે પ્રખ્યાત મેગેઝિન પ્લેબોય (Playboy model) ની મોડલ લુઆના સેન્ડિન (Luana Sandien) એ માત્ર આ માટે એક ખતરનાક સર્જરી કરાવવા વિશે વિચાર્યું, કારણ કે તે ઈન્સ્ટાગ્રામ પર સૌથી પાતળી કમરવાળી (The Slimmest Waist on Instagram) મોડલ તરીકે પોતાને જોવા માંગતી હતી.


'Barbie doll જેવી કમરની ઇચ્છા'
લુઆના કહે છે કે તે હંમેશા બાર્બી ડોલ જેવી કમર (Barbie doll waist) ઇચ્છતી હતી અને આ માટે તે પોતાના જીવનને દાવ પર લગાવતા પણ ખચકાઈ ન હતી. લુઆનાએ પોતાની કમરની સાઈઝ ઘટાડવા માટે કોલંબિયામાં વેસ્ટલાઇન સર્જરી કરાવી છે. જોકે તે ઘણા દિવસો સુધી પબ્લિક ડોમેનમાં દેખાઈ ન હતી, પરંતુ લોકો તેની સર્જરી વિશે ચર્ચા કરવા લાગ્યા.


કર્મચારીઓના પગારમાં ફરી એકવાર થઈ શકે છે બમ્પર વધારો, જાણો કેવી રીતે થશે કેલ્ક્યુલેશન


મોડેલનું સ્ટેટમેન્ટ
Daily Star ના રિપોર્ટ અનુસાર, તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફોલોઅર્સને કહ્યું છે કે તે ઠીક છે અને સર્જરી બાદ સ્વસ્થ થઈ રહી છે. જોકે તેણે કહ્યું, 'પાંસળીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી, માત્ર હિપ્સની બાજુઓમાંથી ચરબી દૂર કરવામાં આવી છે.' સર્જરી પછીના પરિણામોથી તે ખુશ છે.


લુઆનાએ દાવો કર્યો છે કે જ્યારે તેના ફોલોઅર્સ તેને જોશે, ત્યારે તેઓ ચોંકી જશે. તેણે કહ્યું કે, તેણે જે પીડા સહન કરી છે, તે તેના બાળપણના સપના કરતાં ઘણી ઓછી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ તેના ચોંકાવનારા ખુલાસાથી તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ચૂકી છે.


ઉલ્લેખનીય છે કે, બોલ્ડ શૂટ કરાવવાથી ક્યારે ડરતી નથી. આ મોડલે દુબઈમાં એક શૂટમાં ખૂબ જ બોલ્ડ સેમી ન્યૂડ શોટ આપી બધાને ચોંકાવી દીધા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube