બોસ્ટનઃ એમઆઈટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દુનિયાના 50 ટકા કરતાં પણ વધુ મહાસાગરોનો રંગ જળવાયુ પરિવર્તનને કારણે 2100 સુધીમાં બદલાઈ જશે. નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે મહાસાગરોની સપાટી પર રહેલા અતિસૂક્ષ્મ કણોમાં પરિવર્તન આવી રહ્યું છે અને આગામી દાયકાઓમાં આ પરિવર્તનની અસર મહાસાગરના રંગો પર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, ઉપગ્રહોની મદદથી રંગોમાં થઈ રહેલા આ પરિવર્તન અંગે અભ્યાસ હાથ ધરવો જોઈએ. સાથે જ સમુદ્રી પારિસ્થિતિકીમાં થઈ રહેલા આ મોટા પ્રમાણના પરિવર્તન અંગે વિશ્વને પ્રારંભિક ચેતવણી પણ આપવી જોઈએ. 


હવે શું? કંપનીના CEOનું મોત થતાં 1300 કરોડના બિટકોઈન ફસાઈ ગયા!


સંશોધનકર્તાઓએ એક એવું વૈશ્વિક મોડેલ તૈયાર કર્યું છે, જે સૂક્ષ્મ કણો કે શેવાળની પ્રજાતિઓની વૃદ્ધિ અને તેમના વચ્ચેના આંતરિક સંબંધને શોધી કાઢે છે. જણાવે છે કે કેવી રીતે વિવિધ સ્થળો પર પ્રજાતિઓનું સંમિશ્રણ દુનિયામાં તાપમાન વધવાને કારણે બદલાઈ જશે. 


સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે, કેવી રીતે સૂક્ષમ કણો પ્રકાશનું અવશોષણ અને પરિવર્તન કરે છે. કેવી રીતે જળવાયુ પરિવર્તનની અસર સૂક્ષ્મ કણોની સંરચના પર પડશે અને તેના કારણે મહાસાગરોનો રંગ બદલાય છે. 


આ અભ્યાસ અનુસાર ઉપોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં જે વાદળી રંગના વિસ્તારો છે તે વધુ ઘાટા વાદળી રંગના થઈ જશે અને આજની સરખામણીએ આ ફેરફાર નરી આંખે જોઈ શકાશે. આજે જે કેટલાક હરિયાળા વિસ્તારો છે તે વધુ હરિયાળા બનશે. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...