જિનેવાઃ કોવિડ-19ની અસર ઓછી થવાનું તો દૂર તેના કારણે વધુ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી ચેતવણીથી દુનિયામાં કોવિડ-19ની અસર ઓછી થવાની સંભાવના પર તો બ્રેક લાગી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આ સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થશે. સંગઠનના યૂરોપ ડાયરેક્ટર હંસ ક્લૂગ  ( Europe director Hans Kluge)એ આ ચેતવણી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્લૂગે એએફપીને આપેલા એક ઈન્ટરવ્યૂમા જણાવ્યુ કે, આ તે સમય છે જ્યારે વિશ્વમાં લોકો ખરાબ સમાચાર માટે તૈયાર નથી, અને હું તે વાતને સમજું છું. સાથે તેમણે કહ્યું કે, બધા દેશો જલદી મેસેજ આપવા ઈચ્છે છે કે મહામારી ખતમ થઈ રહી છે. સોમવાર અને મંગળવારે  WHO યૂરોપના 55 સભ્ય રાજ્યો ઓનલાઇન બેઠકનું આયોજન કરી રહ્યાં છે. આ બેઠકમાં નોવેલ કોરોના વાયરસ માટે કરવામાં આવેલા પ્રયાસો પર ચર્ચા થશે. 


અમેરિકન મેગેઝિને ખોલી ચીનની પોલ, ગલવાનમાં ઠાર માર્યા હતા 60થી વધુ ચીની સૈનિકોને


પરંતુ કોપનહેગનમાં ક્લૂગ તે દેશોને ચેતવણી આપવા ઈચ્છે છે જેનું માનવુ છે કે વેક્સિન વિકસિત થવાથી મહામારીનો અંત થઈ જશે. તેમણે કહ્યું, હું હંમેશા સાંભળુ છું કે વેક્સિન વિકસિત થયા બાદ દુનિયાને મહામારીથી છૂટકારો મળી જશે. એવુ નથી. હાલના કેટલાક સપ્તાહમાં યૂરોપમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્.યાં છે વિશેષ કરીને સ્પેન અને ફ્રાન્સમાં. માત્ર શુક્રવારે 55 દેશોમાં 51 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા, જે એપ્રિલના ગ્રાફ કરતા પણ વધુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube