કોઈ પણ માણસની ઓળખ તેના પૈતૃક ગામથી થાય છે. ગામ આપણા જીવનની કહાની હોય છે. ગામ વગર આપણી ઓળખ શક્ય નથી. આથી જ આપણે સોશિયલ મીડિયા પર  ખુબ શાનથી આપણા ગામનું નામ લઈએ છીએ. પરંતુ એક ગામ એવું પણ છે જેને આપણે બોલી શકતા નથી કે લખી શતા નથી. જો સોશિયલ મીડિયા પર લખવાની કોશિશ પણ કરી તો ફેસબુક આપણને બ્લોક કરી દેશે. તમને એમ થશે કે આવું હોઈ શકે? તો આ બિલકુલ સાચુ છે. વાત જાણે એમ છે કે દુનિયામાં એક ગામ એવું પણ છે જેનું નામ આપણે ન તો બોલી શકીએ કે ન તો લખી શકીએ. આ ગામના રહીશો પણ ખુબ પરેશાન છે અને શરમ અનુભવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગામના લોકો પોતાના ગામનું નામ બદલવા માંગે છે. આ માટે ગ્રામીણોએ અરજી પણ કરી છે. સ્વીડનના Cultural Environment Act હેઠળ જ કોઈ ગામનું નામ બદલી શકાય છે. સંસ્કૃતિ વિભાગ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને જ આ ગામનું નામ બદલશે. અહીંના ગ્રામીણો અનેક વર્ષોથી નામ બદલવાની કોશિશમાં લાગ્યા છે. અહીં રહેતા લોકોનું માનવું છે કે ગામ ખુશહાલ અને શાંત છે પરંતુ આ નામના કારણએ લોકોને ખુબ પરેશાની થાય છે. આ ગામના લોકોનું માનવું છે કે અમે ઈચ્છીએ તો પણ પોતાના ગામનું નામ સોશિયલ મીડિયા પર લખી શકતા નથી. એવું કહેવાય છે કે કોઈ નામ ઈતિહાસ સાથે જોડાયેલું હોય છે. પરંતુ અનેકવાર લોકોને પરેશાની થાય છે. ગ્રામીણો સતત ગામના નામને બદલવાની માંગણી કરે છે. 


રિપોર્ટ્સમાં એવું પણ કહેવાયું છે કે સોશિયલ મીડિયાના જે નિર્ધારિત નિયમ છે તે મુજબ આ શબ્દને ગાળ તરીકે સામેલ કરાયો છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ સ્વીડનના આ અજીબોગરીબ ગામનું નામ અહીંના બાળકો લખતા પણ ખચકાય છે. આ કારણે આ ગામના લોકો ફેસબુક અને અન્ય જગ્યાઓ પર લખી શકતા નથી. 


હવે તમને પણ એમ થતું હશે કે આખરે ગામનું નામ શું હશે? ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ આ ગામનું નામ Fucke ગામ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ગામ સ્વીડનમાં આવેલું છે. આ ગામના લોકો પોતાના ગામના નામથી ખુબ પરેશાન છે. આથી તેઓ ફેસબુક પર લખી પણ શકતા નથી. સોશિયલ મીડિયામાં આ નામ અભદ્ર ભાષા તરીકે જોવામાં આવે છે. આ ગામનું નામ ક્યાંય લખી શકાતું નથી. આ ગામનું નામ બદલવા માટે અભિયાન છેડવામાં આવ્યું છે. પણ એવું કહેવાય છે કે આ ગામનું નામ ઐતિહાસિક છે અને તેને સન 1547માં આપવામાં આવ્યું હતું. આથી સ્વીડનના નેશનલ લેન્ડ સર્વે ડિપાર્ટમેન્ટને પણ નામ બદલવામાં મુશ્કેલી પડી રહી છે. ગામમાં કુલ 11 ઘર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube