એક કહેવત  છે કે એવરીથીંગ ઈઝ પોસિબલ ઈન લવ એન્ડ વોર... આવું જ કઈંક ચીનમાં પણ જોવા મળ્યું. એક વ્યક્તિએ ઉડતા પ્લેનમાં જ એરહોસ્ટેસને પ્રપોઝ કરી દીધુ.  આ દરમિયાન એર હોસ્ટેસે પણ તે વ્યક્તિને નિરાશ કર્યો નહીં અને તેણે મૂકેલા લગ્નના પ્રસ્તાવને સ્વીકારી પણ લીધો. ચીનમાં એક એર હોસ્ટેસનો બોયફ્રેન્ડ તેને પ્રપોઝ કરવા માટે ફ્લાઈટમાં ચડી ગયો. ફ્લાઈટે ઉડાણ ભર્યા બાદ અડધા કલાકની અંદર તે તેની ગર્લ ફ્રેન્ડ પાસે પહોંચી ગયો અને ઘૂંટણિયે પડીને તેણે તેને પ્રપોઝ  કર્યું. એરહોસ્ટેસે પણ તેને હા પાડી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ ત્યાંનો માહોલ જ બદલાઈ ગયો. મુસાફરોએ તાળીઓના ગડગડાટથી આ બધુ સ્વીકાર્યું અને સ્વાગત કર્યું. આ સમગ્ર ઘટના ત્યાં બેઠેલા મુસાફરોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. ચેનલ 8ના અહેવાલ મુજબ લગભગ એક મહિના સુધી રિલેશનશીપમાં રહ્યાં બાદ વ્યક્તિ પ્લેનમાં ચડ્યો અને તેણે હવામાં જ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. આ ઘટના સામે આવ્યાં બાદ ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સે એર હોસ્ટેસને તગેડી મૂકી. 



એશિયા વનના અહેવાલ મુજબ આ ઘટના મે મહિનાની છે. જ્યારે ફ્લાઈટે ટેક ઓફ થયાની લગભગ 30 મિનિટ બાદ એર હોસ્ટેસનો બોયફ્રેન્ડ તેની પાસે ગયો અને ઘૂંટણિયે પડીને તેણે તેને પ્રપોઝ કર્યું. પ્લેનમાં બેઠેલા યાત્રીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ એરલાઈન કંપની તરફથી એર હોસ્ટેસને કાઢી મૂકાઈ. 


એરલાઈનના માનવા મુજબ એર હોસ્ટેસે મુસાફરોની સુરક્ષાને અવગણી હતી. એરલાઈન કંપનીનું કહેવું છે કે એર હોસ્ટેસનો આ વ્યવહાર યોગ્ય નહતો. તે મુસાફરોની સુરક્ષાને બાજુમાં મૂકીને પર્સનલ કામમાં વ્યસ્ત હતી. એશિયા વન મુજબ એર હોસ્ટેસને કાઢી મૂકવા અંગે લોકોના મિક્સ પ્રતિભાવો સામે આવી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે એર હોસ્ટેસને કાઢી મૂકવી તે અમાનવીય અને નિર્દયી પગલું છે. તો કેટલાક લોકો તેને યોગ્ય માની રહ્યાં છે.