કહેવાય છે કે ઊંઘ ખુબ જ પ્યારી વસ્તુ છે. જ્યારે કોઈને તમે કાચી ઊંઘમાંથી જગાડો તો તેને બિલકુલ નહીં ગમે. ઊંઘનો આવો જ એક વીડિયો ફેસબુક પર વાઈરલ થઈ રહ્યો છે. ફિલિપાઈન્સની એક શાળામાં આ વીડિયોમાં નાનો બાળક શાળાના ડેસ્ક પર સૂતેલો જોવા મળી રહ્યો છે. ક્લાસ પૂરોત થતા ટીચરે જ્યારે બાળકને જગાડ્યો તો તે હડબડીમાં પોતાની શાળાની બેગ લઈને જવાની જગ્યાએ ખુરશીને પોતાના ખભે રાખીને જવા લાગ્યો. એટલું જ નહીં તે ખુરશી લઈને ક્લાસની બહાર પણ જતો રહ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર ઘટના જોઈને ક્લાસમાં હાજર ટીચર પણ હસી પડ્યાં. તેણે બાળકનો વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કરી દીધો. આ વીડિયો ફેસબુક પર ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.1 કરોડ લોકોએ જોયો છે. લગભગ 29000 લોકોએ કોમેન્ટ કરી છે. એટલું જ નહીં બે લાખથી વધુ લોકોએ શેર કર્યો છે. 



ફેસબુક પર શેર કરવામાં આ વીડિયોમાં ક્લાસ પૂરો થતા બાળકો ક્લાસમાંથી બહાર નીકળી રહ્યાં છે. વીડિયોની શરૂઆતમાં બાળક શાળાના રૂમના ડેસ્ક પર સૂઈ રહ્યો છે. તેની ટીચર આવે છે અને પુસ્તકો અને અન્ય સામાન સ્કૂલ બેગમાં રાખીને તેને જગાડે છે. બાળક ખુરશી પર રાખેલી બેગને લેવાની જગ્યાએ ખુરશીને જ પીઠ પર લાદીને ક્લાસની બહાર નીકળી જાય છે. 


થોડીવાર બાદ બાળકને ખબર પડે છે કે તેના હાથમાં સ્કૂલ બેગ નહીં પરંતુ ખુરશી છે તો તે ખુરશી મૂકીને પોતાની બેગ લેવા માટે પાછો આવે છે. ફિલિપાઈન્સના આ વીડિયોમાં જોવા મળતા બાળકની ઉંમર માત્ર 4 વર્ષ છે.