બીજિંગઃ ચીનમાં એક વિચિત્ર ઘટના જોઈને ડોક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. એક વ્યક્તિ જ્યારે ડોક્ટર પાસે કાનમાં દુખાવાની ફરિયાદ લઈને આવ્યો ત્યારે ડોક્ટરે તેના કાનમાં જોયું તો તેમાં એક માદા વંદો અને તેના 10થી વધુ જીવતા બચ્ચા જોવા મળ્યા હતા. ડેઈલી એક્સપ્રેસમાં બુધવારે પ્રકાશિત અહેવાલ અનુસાર 24 વર્ષનો લ્વૂ ગયા મહિને ગ્વાંગડોંગ રાજ્યના હુઆંગ જિલ્લાના સનેહ હોસ્પિટલમાં કાનમાં દુખાવાની ફરિયાદ સાથે પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલના કાન-નાક-ગળાના નિષ્ણાતને તેણે કહ્યું કે, "મને કાનમાં ખુબ જ દુખાવો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે તેના કાનમાં કોઈ કોતરી રહ્યું છે અને ખાઈ રહ્યું છે. મારાથી જરા પણ સહન થતું નથી."


ડોક્ટરે કહ્યું કે, જ્યારે અમે તેના કાનમાં તપાસ કરી ત્યારે તેના કાનના અંદર વંદાના 10થી વધુ જીવતા બચ્ચા જોવા મળતાં અચંભિત થઈ ગયા હતા. આ બચ્ચા તેના કાનમાં ગોળ-ગોળ ફરી રહ્યા હતા. સાથે જ એક માદા વંદો પણ તેના કાનમાં જોવા મળ્યો હતો. 


અહો આશ્ચર્યમઃ ગ્રીસ પોલીસે 41 લોકોને રેફ્રિજરેટેડ વાનમાંથી જીવતા પકડ્યા


ડોક્ટરે ચિપિયાની મદદથી સૌથી પહેલા નાના આકારના વંદાના બચ્ચાંને બહાર કાઢ્યા હતા અને ત્યાર પછી તેમની માદાને ખેંચીને બહાર કાઢી હતી. હોસ્પિટલના ઈએનટી પ્રમુખ લી. જિન્યુઆરને સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, લ્વૂને તેની પથારીમાં ભોજનના અધુરા પેકેટ મુકવાની ટેવ હતી. જેના કારણે વંદા જેવા જીવ ભોજન ખાવા માટે આકર્ષિત થતા હતા. આ રીતે ગર્ભવતી માદા વંદો તેના કાનમાં પ્રવેશી ગયો હશે અને પછી કાનમાં જ તેણે બચ્ચાંને જન્મ આપ્યો હશે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....