નવી દિલ્હી/જકાર્તા: એક ઈન્ડોનેશિયન મહિલાએ વિચિત્ર દાવો કર્યો છે. જેને જાણીને તમે પણ દંગ રહી જશો. મહિલાનો દાવો છે કે તે હવાથી ગર્ભવતી (Pregnant) થઈ. મહિલાએ એક સ્થાનિક સમાચાર ચેનલ સાથે વાત કરતા કહ્યું કે તેણે કોઈ પણ પુરુષ સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા નથી. અચાનક સૂતા-સૂતા હવાથી જ તે ગર્ભવતી થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 મિનિટમાં થઈ ગર્ભવતી!
મહિલાના ચોંકાવનારા દાવા મુજબ બપોરના સમયે પ્રાર્થના બાદ તે પોતાના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક તેને લાગ્યું કે હવા તેના શરીરમાં પ્રવેશ કરી રહી છે. ઘટનાની 15 મિનિટ બાદ તેના પેટમાં દર્દ થવા લાગ્યું અને તેનું પેટ મોટું થવા માંડ્યું. ત્યારબાદ મહિલા નજીકની હોસ્પિટલમાં પહોંચી અને તેણે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. 


Romania: બ્યૂટી ક્વીનનો ચોંકાવનારો દાવો, સુંદરતા બની મોટી મુસીબત


પોલીસના હોશ ઉડ્યા, તપાસમાં લાગી
મહિલાની આ વિચિત્ર કહાની થોડા સમયમાં જ વાયરલ થઈ ગઈ. ત્યારબાદ સ્થાનિક કમ્યુનિટી ક્લિનિકના પ્રમુખ આ મામલે જાણકારી મેળવવા માટે મહિલા પાસે પહોંચ્યા. આ દરમિયાન તેમને ખબર પડી કે મહિલાના લગ્ન થઈ ગયા છે. હવે તે તેના પતિથી અલગ  રહે છે. તેને એક બાળકી પણ છે. કમ્યુનિટી ક્લિનિકના પ્રમુખ ઈમાન સુલેમાને કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માતા અને બાળક એકદમ સ્વસ્થ છે. નોર્મલ ડિલિવરી થઈ છે. બાળકીનું જવન 2.9 કિગ્રા છે. 


Goods Train Passed: મહિલા ઉપરથી માલગાડીના 72 ડબ્બા ફરી વળ્યા, PHOTOS જોઈને જીવ તાળવે ચોંટી જશે


સુલેમાને કહ્યું કે આ એક  ગુપ્ત ગર્ભાવસ્થા (Cryptic Pregnancy) નો મામલો લાગે છે. જેમાં મહિલાને પ્રસવ પહેલા ગર્ભાવસ્થા મહેસૂસ થતી નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મહિલાના ગત લગ્ન સહિત તમામ પહેલુની તપાસ થઈ રહી છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube