નવી દિલ્હી : ઘણી વાર નાના ટેણીયાઓ એવું કરી બતાવે છે કે મોટારાઓ મોંમાં આંગળા નાંખી જાય, અહીં એવી એક ચકોર બહાદુર બાળકીની વાત છે. જેની ઉંમર માત્ર એક વર્ષ છે. આ ઉંમરે બાળકો સરખું ચાલતાં પણ ન શીખી શકે એવી ઉંમરે આ ટેણી પાણીમાં પોતાનું કૌવત બતાવી રહી છે. સારા તરવૈયાઓ જેવી ફ્રી સ્ટાઇલથી આ બેબી સ્વિમર પાણીમાં બિન્દાસ્ત તરી બતાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વારયલ થતાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં પરી જેવી લાગતી ક્યૂટ એક વર્ષની બાળકી પાણીમાં તરી રહી છે અને મસ્તી કરતી દેખાય છે. બેક સ્ટ્રોક, ફ્રન્ટ ક્રોલ અને સ્પિન કરે છે. પોતાની જાતને જાણે એક જલપરીની જેમ પાણીમાં તરી બતાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડ એક વર્ષની બાળકીનો સ્વીમિંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થઇ રહ્યો છે. એક માસૂમનું આ રીતે સ્વીમિંગ પૂલમાં તરવું અને કરવટ લેવું એ કોઇ ચમત્કારથી ઓછું ના કહેવાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ફ્લોરિડાનો છે.


દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, ક્લિક કરો