નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિયન્ટે યુકેમાં હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે કોરોના વાયરસના 93,045 કેસ નોંધાયા છે, જે સળંગ ત્રીજા દિવસે રેકોર્ડબ્રેક છે. ઓમિક્રોને લંડન અને સ્કોટલેન્ડમાં ડેલ્ટા કેસને પછાડી દીધા છે. ગુરુવારે 1,691 કેસ ઓમિક્રોનના સામે આવ્યા હતા, તેના આગામી દિવસે 3,201 નવા કેસ નોંધાયા. યુકેમાં અત્યાર સુધી કુલ 14,909 કેસ નોંધાઈ ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજન્સી અનુસારે, યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (UKHSA)એ જણાવ્યું છે કે ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. અહીં 111 લોકોના મોત કોરોનાના લીધે થયા છે. ઈંગ્લેન્ડમાં વધતા કેસ જે સંક્રમણની તીવ્રતા દર્શાવે છે. ગત અઠવાડિયાની તુલનામાં 1.0 અને 1.2ની વચ્ચે કેસ વધ્યા છે. તેનો મતલબ એવો થાય છે કે દરેક 10 સંક્રમિત લોકો 10થી 12 અન્ય લોકોને સંક્રમિત કરી રહ્યા છે. જ્યારે 1.0થી ઉપરનો દર હોય છે તો તેનો મતલબ એવો થાય છે કે મહામારીનો ખતરો વધી રહ્યો છે.


ઓમિક્રોનને ડેલ્ટાની તુલનામાં વધારે ઝડપથી ફેલાતો વેરિયન્ટ માનવામાં આવે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે નવા વેરિયન્ટ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. તેની સામે રક્ષણ મેળવવા માટે વેક્સીનના બે ડોઝ જરૂરી બની ગયા છે.


સંસોધનમાં સામે આવી આ નવી વાત
ઈમ્પીરિયલ કોલેજ લંડનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોનના લક્ષણ જ્યારે દેખાય છે ત્યારે રસીની અસરકારકતા બે ડોઝ પછી 0 ટકાથી 20 ટકાની વચ્ચે છે. જ્યારે, બૂસ્ટર ડોઝ પછી 55 ટકાથી 80 ટકાની વચ્ચે હોય છે. સંશોધકો કહે છે કે ઓમિક્રોન સાથેના નવા પ્રકારનું જોખમ ડેલ્ટા કરતા 5.4 ગણું વધારે છે.


બોરિસ જોનસનને કહ્યું- ઓમિક્રોન એક મોટો ખતરો છે
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને ચેતવણી આપી છે કે COVID-19નો ઓમિક્રોન વેરિયન્ટ એક મોટો ખતરો છે. દેશમાં વધુ એક લહેર આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ તેના માટે તૈયાર રહેવું પડશે. તેમણે લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાની અપીલ પણ કરી છે. સ્કોટલેન્ડમાં પ્રથમ મંત્રી નિકોલા સ્ટર્જનને જણાવ્યું છે કે COVIDના 51.4 ટકા કેસ હવે ઓમિક્રોનના નોંધાઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube