નવી દિલ્હીઃ ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વભરમાં ધીમો પડી રહ્યો છે. ઘણા દેશ સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા આકરા પ્રતિબંધો હટાવી રહ્યાં છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અધિકારીએ ઓમિક્રોન સબ-સ્ટ્રેન સંબંધિત એક નવી ચિંતા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ આરોગ્ય સંસ્થામાં કોવિડ-19 તકનીકી પ્રમુખ મારિયા વાન કેરખોવે ગુરૂવારે એક બ્રીફિંગમાં કહ્યું- વાયરસ વિકસિત થઈ રહ્યો છે અને ઓમિક્રોનમાં ઘણા ઉપ-વંશ છે, જેને અમે ટ્રેક કરી રહ્યાં છીએ. અમારી પાસે BA.1, BA.1.1, BA.2 અને BA.3 છે. આ ખરેખર ખુબ અવિશ્વસનીય છે કે કેમ ઓમિક્રોન, ચિંતાનો નવો વેરિએન્ટ વિશ્વભરમાં ડેલ્ટાથી આગળ નિકળી ગયો છે. તેમણે કહ્યું- મોટાભાગના અનુક્રમ ઉપ-વંશ  BA.1 છે. અમે બીએ.2ના દ્રશ્યોના અનુપાતમાં વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. 


 'BA.2 વધુ ટ્રાન્સમિસિબલ છે
એક ઉપ-વંશ વિશે ચિંતા વ્યક્ત કરતા વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું કે, બીજાની તુલનામાં "BA.2 વધુ ટ્રાન્સમિસિબલ છે. ડબ્લ્યૂએચઓએ આ બ્રીફિંગનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથે કરવામાં આવેલા ટ્વીટમાં ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, પાછલા સપ્તાહે કોવિડ- 19થી લગભગ 75000 લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર BA.2 હવે વિશ્વભરમાં નોંધાયેલા પાંચ નવા ઓમાઇક્રોન મામલામાંથી એક માટે જવાબદાર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube