ન્યૂયોર્કઃ Omicron Variant News: ટોપ અમેરિકી વૈજ્ઞાનિક એન્થોની ફાઉચીએ કહ્યુ કે, COVID-19 ના નવા વેરિએન્ટ Omicron ની ગંભીરતાનો અંદાજ લગાવવામાં સમય લાગશે, પરંતુ શરૂઆતી સંકેત જણાવે છે કે આ પહેલાના વેરિએન્ટ કરતા ખરાબ નથી. તેમણે કહ્યું કે, સંભવતઃ આ તેનાથી હળવો છે. ફાઉચીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તે ચોક્કસપણે ડેલ્ટાથી વધુ ગંભીર નથી. ફાઉચીએ તે પણ કહ્યું કે, આ ઓછો ગંભીર પણ હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઉચીએ જણાવ્યુ કે, મને લાગે છે કે દક્ષિણ આફ્રિકામાં તેને ઓછામાં ઓછા થોડા સપ્તાહ હજુ લાગશે અને પછી તે દુનિયાના બાકી ભાગમાં પણ ફેલાઈ જશે. પરંતુ તે જોવામાં સમય લાગી શકે છે કે તેની ગંભીરતાનું સ્તર શું છે. 


આ પણ વાંચોઃ Omicron: બાળકોમાં આ 5 લક્ષણોને ન કરો નજરઅંદાજ, તત્કાલ કરાવો ટેસ્ટ


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. એન્થોની ફાઉચીએ નિષ્કર્ષ કાઢતા પહેલા વધારાની જાણકારીની જરૂરીયાત પર ભાર મુક્યો છે, પરંતુ સાથે કહ્યું કે, તેમાં (ઓમિક્રોન) માં વધુ ગંભીરતા જોવા મળતી નથી. ડો ફાઉચીએ કહ્યુ- હજુ સુધી એવું નથી લાગ્યું કે, તેમાં ખુબ ગંભીરતા છે. પરંતુ હકીકતમાં આપણે તે નક્કી કરતા પહેલા સાવધાન રહેવું પડશે કે તે ઓછો ગંભીર છે કે ડેલ્ટાની તુલનામાં કોઈ પણ ગંભીર બીમારીનું કારણ બનતો નથી.


તેમણે તે પણ કહ્યું કે, બાઇડેન સરકાર હવે યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપવાનો વિચાર કરી રહી છે, જેને ઓમિક્રોન વેરિએન્ટની જાણકારી મળ્યા બાદ સુરક્ષાની દ્રષ્ટિએ લાગૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ફાઉચીએ તે જણાવ્યું નહીં કે પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે, પરંતુ આશા વ્યક્ત કરી કે પ્રતિબંધ યોગ્ય સમયે હટાવી લેવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube