કેપટાઉનઃ કોરોના  (Coronavirus) થી સંક્રમિત થઈ ચુકેલા લોકોને શું ઓમિક્રોન વેરિએન્ટ (Omicron) બીજીવાર પોતાની ઝપેટમાં લઈ શકે છે. આ વિશે થયેલી સ્ટડીમાં નવો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા સંક્રમિત થઈ ચુકેલા લોકોને વધુ ખતરો
સીએનએનના રિપોર્ટ  અનુસાર દક્ષિણ આફ્રિકામાં રિસર્ચરે કહ્યું કે કોરોના (Coronavirus) થી પહેલા સંક્રમિત થઈ ચુકેલા લોકોમાં ઓમિક્રોન (Omicron) થી સંક્રમિત થવાની આશંકા વધુ છે. તેને રિસર્ચમાં તે વિશે પૂરાવા મળ્યા છે અને જાણવા મળ્યું છે કે બીટા કે ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ઓમિક્રોન વધુ સંક્રામક છે. 


કોવિડ પ્રોટોકોલનું કરો પાલન
રિપોર્ટ પ્રમાણે ઓમિક્રોનની સંક્રામકતા પર હજુ ફાઇનલ અભ્યાસ થયો નથી. પરંતુ શરૂઆતી પરિણામ જણાવે છે કે પહેલા પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુકેલા લોકોને તે પોતાની ઝપેટમાં લઈ શકે છે. તેવામાં કોરોનાથી સંક્રમિત થઈ ચુકેલા લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે અને તે કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં કોઈ બેદરકારી ન રાખે. 


આ પણ વાંચો- પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો બોમ્બ, વ્યક્તિ હોસ્પિટલ પહોંચ્યા પછી બોમ્બ સ્કવોડને બોલાવવી પડી


બાકી વેરિએન્ટની તુલનામાં વધુ ખતરનાક
WHO એ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ  (Omicron) ને ''વેરિએન્ટ ઓફ કન્સર્ન'' એટલે કે ચિંતાજનક શ્રેણીમાં રાખ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ અન્ય વેરિએન્ટની તુલનામાં વધુ સંક્રામક છે. સાથે ઇમ્યુનિટી સિસ્ટમથી બચવાની ક્ષમતા પણ તેનામાં છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વેક્સીનના ડોઝ પણ તેના પર કોઈ ખાસ પ્રભાવ પાડવાના નથી. પરંતુ ઘણા નિષ્ણાંત આ વાત પર વિશ્વાસ કરી રહ્યાં નથી. તેમનું કહેવું છે કે વેક્સીન ગમે તે વેરિએન્ટને કેટલીક સુરક્ષા તો જરૂર પ્રદાન કરશે. 


આફ્રિકામાં ઓમિક્રોનના 35 હજાર કેસ
મહત્વનું છે કે ઓમિક્રોન  (Omicron) ની ઓળખ પાછલા મહિને આફ્રિકામાં થઈ હતી. અત્યાર સુધી ત્યાં 35 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. તેમાંથી અનેક એવા લોકો છે, જે પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ વેરિએન્ટ સામે આવ્યા બાદ દુનિયાના તમામ દેશ એકવાર ફરીથી પ્રતિબંધો લગાવી રહ્યાં છે અને આફ્રિકાથી આવતી-જતી ફ્લાઇટો બંધ કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube